તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • Morbi News The Atmosphere Of Enthusiasm Among The People About The Uttarayan Festival Will Be Covered By The Sky Kite Today 071123

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણ પર્વને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ, આજે આકાશ પતંગથી છવાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવા વર્ષનો પ્રથમ તહેવાર ઉતરાયણની જોશભેર ઉજવણી કરવા મોરબીવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોરબીની બજારમાં પતંગ,માજા,અવનવી કેપ,પાવા અને બલૂન વગેરેની છેલ્લી ઘડીએ ખરીદી કરવા મોરબીવાસીઓ બજારમાં જોવા મળ્યા હતા. બાળકો અને યુવાનો ધારદાર માજો પાવવા ચરખામાં લાઈનો લાગી હતી.તો અવનવી પતંગની પણ ખરીદી કરતાં નજરે પડ્યા હતા. બજારમા હાલ ત્રિરંગો,પીએમ નરેન્દ્રમોદી, અમિતશાહની તસવીર, આપના ટાઈમ આયેગા, ટોમ એન્ડ ઝેરી, ડોરેમોન,છોટા ભીમ પબ્જીગેમ,સહિતની અલગ અલગ વેરાયટીની પતંગની બજાર ભારે ડિમાન્ડ જોવા મળી હતી. આ ઉપરાંત અલગ અલગ બ્રાન્ડના માંજા જોવા મળી રહ્યા છે.વર્ષે પતંગ અને માજાનાં 5 ટકા જેટલો ભાવમાં વધારો છે બીજી તરફ અન્ય સીરામીક ઉધોગમાં મંદી, ખેતી માં ખેડૂતને થયેલ નુકશાન બજાર મંદીનૉ માહોલ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ગત વર્ષ કરતા 20 ટકા જેટલું વેચાણ ઘટ્યું હોવાનો વેપારીઓ જણાવી રહ્યા છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી માં મોરબી વાસીઓ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.મોરબીમાં છત પર વહેલી સવારથી ચઢી જશે અને દિવસભર બોલિવૂડનાં ગીતોની રમઝટ સાથે પતંગ યુદ્ધ જામશે અને કાયપો છે અને લપેટની ચિચિયારીઓથી ગુંજી ઉઠશે. તો બીજી તરફ ગોળ ચીકી, ઊંધીયાની પણ લિજ્જત માણી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો