તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંકળી નજીકથી જેતલસરના યુવાનની કોહવાયેલી લાશ મળી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જેતલસર પંથકના સાંકળી ગામની સીમમાંથી જેતલસર ગામના યુવાનની કોહવાઈ ગયેલી અને જંગલી જાનવરોએ ફાડી ખાધેલી લાશ મળી આવતા ચકચાર જાગી છે. બનાવ આત્મહત્યાનો છે કે હત્યાનો ω તે માટે વિશેષ પરિક્ષણ અર્થે જેતપુર સરકારી હત્યા હોસ્પિટલમાંથી રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ માટે ખસેડી છે.

બનાવ અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મૂજબ જેતલસર પંથકના સાંકળી ગામની સીમમાં એક અવાવરું જગ્યાએ માનવ લાશ પડી હોવાની તાલુકા પોલીસને જાણ કરાતા જેતપુર તાલુકા પોલીસના પી.એસ.આઇ ગોજીયા સહિતનો સ્ટાફ સાંકળી ગામની સીમમાં દોડી ગયો હતો. આજુબાજુની વાડીમાં કોણ કામ કરે છે ω સહિતની પૂછપરછના અંતે આ લાશ જેતલસર ગામના મનસુખ રવજી મકવાણા નામના 35 વર્ષના યુવાનની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેમના વાલીઓને બોલાવીને લાશ બતાવતા પરિવારે આ લાશ માનસુખની હોવાની ઓળખ કરી લીધી હતી. પોલીસ અઠવાડિયા પહેલાની લાશ હોવાનું કહે છે પણ લાશ જોતા લાશના હાથ પગ જંગલી જનાવરે ફાડી ખાધા હોય આશરે એકાદ મહિનાની હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ બનાવ આત્મહત્યાનો છે કે હત્યાનો ω તે માટેના વિશેષ પરિક્ષણ માટે પોલીસે આ લાશ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલી છે. આ બનાવથી જેતલસર પંથકમાં ચકચાર જાગી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા મનસુખના ભાઈએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે હવે મનસુખની કોહવાઈ ગયેલી લાશ મળતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો