તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓખાની સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સખત કેદની સજા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓખાની સગીરા પર દુષ્કર્મ કેસમાં પોકસો અદાલતે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સગીરાની એકલતાનો લાભ લઇ ભાઇને મારી નાખવાની ધમકી અને બદનામ કરવાની ધમકી આપી અવાર નવાર દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બનતા બનાવનો પર્દાફાશ થયો હતો.

ઓખામાં રહેતી 15 વર્ષની સગીરા પર વર્ષ-2017 માં ભગતભા ઉર્ફે પૃથ્વી નાગુભા માણેક (રે.ઓખા)એ સગીરાની એકલતાનો લાભ લઇ તેણી પર દુષ્કર્મ ગુજારી આ વાત કોઈને કહીશ તો તારા ભાઈઓને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ પણ અવાર-નવાર ભોગબનનાર ની એકલતાનો લાભ લઇ તેમજ બદનામ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આથી ભોગબનનાર સગીરાને ગર્ભ રહી જતાં તેની જાણ તેણીની માતાને થતા સમગ્ર ઘટના બહાર આવતા ઓખા મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે ભગતભા સામે પોકસો, દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ દરમ્યાન સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. આથી પોલીસે બાળકી અને આરોપીના ડીએનએ લઇ એફએસએલ કચેરીમાં મોકલી આપ્યા હતા. ચૂકાદામાં તે અંગેનો રિપોર્ટ તથા પોલીસની તપાસ મહત્વના રહ્યાં હતા.

ભોગ બનનાર સગીરા ગર્ભવતી બનતા બનાવનો પર્દાફાશ થયો હતો
અન્ય સમાચારો પણ છે...