વિસાવદર નજીક બગીચામાં કણસતી 7 વર્ષની ઘાયલ વનરાણીનું રેસ્ક્યુ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદર નજીક સાત વર્ષની સિંહણને વાહન હડફેટે ઇજા પહોંચી હતી. સોમવારે વનતંત્રે સિંહણનું રેસ્ક્યુ કરી સારવારમાં ખસેડી હતી.

વિસાવદર નજીક બગીચામાં કામ કરતા મજુરને ઓચીંતાનું કણસવાનો અવાજ સભળાયો હતો. અવજની દીશામાં તપાસ કરતા તેની વાડીમાં એક સિંહણ બેઠેલી નજરે પડી હતી,જેને પાછળનાં ડાબા પગે થાપામાં ઇજા થયેલું દેખાયું હતું. ત્યારે પગમાંથી લોહી નિકળતા હતાં અને સિંહણ પોતે ઉભી થઇ શકતી ન હતી. આમ ઘટનાનાં પગલે વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગને માહીતી મળતા સાસણથી રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. વન વિભાગને ટીમે સિંહણે બેભાન કરી સારવાર માટે ખસેડી હતી. સિંહણને વાહન હડફેટે ઇજા થયાનું અને પેરાલીસીસની અસર હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું હતું. જોકે સિંહણ જ્યાં હતી તેનાથી 50 મિટર દુર બીજી બે સિંહણ બેઠી હતી. તે બન્ને સ્વસ્થ્ય જણાઇ આવી હતી.

અન્ય સમાચારો પણ છે...