તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

68 ગામો ફરી લીલિયામાં આવેલ માં ઉમીયાના જ્યાેતિરથનું સ્વાગત કરાયંુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

લીલીયામાં કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજી મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા હોય આગામી ૨૬મીથી રજત જયંતિ મહોત્સવ યોજાનાર હોય જેના ભાગરૂપે જ્યોતિ રથ 68 જેટલા ગામાેમા ફરી પરત લીલીયા અાવી પહાેંચતા ભવ્ય સામૈયુ કરાયુ હતુ. અહી અારતી અને ધર્મસભા પણ યાેજાઇ હતી.

લીલીયાથી પ્રસ્થાન થયેલ ઉમિયા જ્યોતિ રથ 68 જેટલા ગામોમાં ફરી પરત લીલીયા ખાતે આવી પહોંચતા નીલકંઠ મહાદેવ મંદિરે નાની બાળાઓઅે રથનું ભવ્ય સામૈયું કર્યું હતું. બાદમાં શોભાયાત્રા જાહેર માર્ગો પર નીકળી હતી. સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનુ સન્માન કરાયું હતું. મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.

ત્યારબાદ ઉમીયા ધામ ખાતે માતાજીની આરતી અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મ સભામાં ઉમિયા મંદિર ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ ધામત સહિત દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અરૂણભાઈ પટેલ, મગનભાઈ વિરાણી, ધીરુભાઈ ઉમરેઠીયા, હિંમતભાઈ શિંગાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અારતી અને ધર્મસભા મળી : રજત જયંતિ મહાેત્સવ અંતર્ગત અાયાેજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો