તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવા ખાતે 52મો તાલુકા યુવા મહોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો | 27 સપ્ટેમ્બર

તાજેતરમાં ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિ પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ભાવનગર આયોજિત 52મો તાલુકા યુવા ઉત્સવ મહુવા શહેરમાં સુરમંદિર સંગીત કલાસના યજમાન પદે યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત અધ્યક્ષ અને મામલતદાર આર. એલ. કનેરિયા તથા બિપિનભાઇ સંઘવી, કન્વીનર દિનેશરાજ રાવલિયાના વરદ હસ્તે દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી. જેમાં જુદી જુદી સ્પર્ધામા બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઇ પોતાની વિશ્ષ્ટ કલાને ઉજાગર કરવાનો પ્રયાસ કરી ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. અંતમાં કન્વીનર દિનેશરાજ રાવલિયાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અસીમભાઇ ચૌહાણ કરેલ. નિર્ણાયક તરીકે હિમંતભાઇ પટેલ, હનીફભાઇ શેખ, માવજીભાઇ બાબરીયા એ સેવા આપી હતી. સુરમંદિર સંગીત કલાસના પ્રશિક્ષક ભાવેશભાઇ બાંભણીયાએ કાર્યક્રમને સફળ બનાવવા સહભાગી થયા હતા.

અન્ય સમાચારો પણ છે...