તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીના રાજપરમાં ઉમિયા પરિવારનો 21મો સમૂહ લગ્ન યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી : માળીયા-મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા આગામી તા.12ના રોજ મોરબીનાં રાજપર ગામમાં કડવા પાટીદાર સમાજ ભવન ખાતે પાટીદાર સમાજના એકવીસમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવ પાટીદાર સમાજના 112 યુગલો લગ્નગ્રંથિથી જોડાશે. આ સમૂહલગ્નમાં સામાજિક કાર્યો કરવાના ભાગરૂપે તા.20ના રોજ સવારે 7-30 થી12 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે સમૂહલગ્ન સમિતિ દ્વારા પર્યાવરણમાં જનજાગૃતિ લાવવા માટે દર વર્ષે સમૂહલગ્નમાં વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લેવડવામાં આવે છે.તેથી આ સમૂહલગ્નમાં 112 દીકરીઓ તેમના ગામે વૃક્ષ વાવી ઉછેર કરવાનો સંકલ્પ લેશે .આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે સમિતિના પ્રમુખ શિવલાલભાઈ ઓગાણજા , ઉપપ્રમુખ મનુભાઈ કૈલા, મણિલાલ સરડવા, ખજાનચી, ઈશ્વરભાઈ સબાપરા, મંત્રી જ્યંતીલાલ વિડજા, સહમંત્રી કમલેશભાઈ કૈલા, મગનભાઈ અધારા, સહ ખજાનચી વિનોદભાઈ કૈલા સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...