તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદનાં માણેકવાડા ગામે 100 વર્ષ જૂનો પુલ નવો બન્યો જ નહીં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશોદ પંથકના માણેકવાડા ગામે 100 વર્ષ જૂનો પુલ જર્જરિત બની ગયો છે છતાં જવાબદાર તંત્ર દ્વારા આજદિન સુધી નવિનીકરણ કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જેતપુર-સોમનાથ ફોરટ્રેક બન્યા બાદ પણ કેશોદના માણેકવાડામાં માલબાપાના મંદિર જતા માર્ગનું આજદિન સુધી નવીનીકરણ કરાયું નથી. આ સાથે આ માર્ગ પર જ 100 વર્ષ જૂનો પુલ છે. જે હાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. તેમજ બન્ને સાઈડ રેલીંગ ન હોવાથી અકસ્માતની ભીતિ પણ સેવાઇ રહી છે. આ મુદ્દાને લઈ અનેક વખત રજુઆત કરાઈ છે. અને આ રજુઆતને જવાબદાર તંત્ર તોડીને ટોપલીમાં નાખી દેતું હોય તેમ આજદિન સુધી કામ શરૂ કરાયું નથી. જેથી ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રસ્તો રીપેર કરવામાં તંત્રની સાવ ઉદાસીનતા
ફોરટ્રેક બન્યા બાદ આ રોડનું નવીનીકરણ કરવાનું હોય છે.પણ નવો તો બનાવ્યો નહી તેમજ ખાડાઓ પણ પુરવામાં આવ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો