તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટિયાળી પ્રાથમિક શાળામાં થનગનાટ-2019 સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીંછિયા | તાજેતરમાં પાટીયાળી પ્રા. શાળામાં થનગનાટ-2019 વાર્ષિક ઉત્સવ ,શાળાના તેજસ્વી વિધાર્થી નું સન્માન અને ગામના કર્મચારીનો સન્માન સમારોહ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ,ગુજરાતના ભાતીગળ મેળા,રાસ,વક્તૃત્વ સ્પર્ધા, વેસ્ટર્ન કલ્ચર તથા હાસ્યનાટકો જેવી 18 થી વધારે વિવિધ કૃતિઓ માં શાળાના 150 થી વધારે બાળકોએ ભાગ લઈ અને ખુબ જ સુંદર પરફોર્મન્સ આપ્યા હતા.કાર્યક્રમમાં તાલુકા પ્રા. શિક્ષણાધિકારી વીંછીયા તથા જસદણ શિક્ષક સંઘના પ્રમુખ ઉપપ્રમુખ અને શિક્ષકો તથા ગામના સરપંચ,એસ.એમ.સી ના સભ્યો, ગામના સરકારી કર્મચારીઓ, અન્ય પદાધિકારીઓ સાથે ગામના 1500 થી પણ વધારે લોકો એ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધારી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમની શોભા એવા તમામ બાળકો અને હાજર તમામ સારસ્વત મિત્રો,ગ્રામજનો અને મહાનુભાવોનુ પાટીયાળી પ્રા. શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો