તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોટાદમાં પ્રથમ વખત મહંત સ્વામીની પધરામણીથી હરિભક્તોમાં થનગનાટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદનાં આંગણે વિશ્વવંદનીય મહંત સ્વામી કે જેઓએ ગુરૂ પદ સંભાળ્યા બાદ સૌપ્રથમ વખત બોટાદ ખાતે પધારી પ્રમુખ સ્વામી મહારાજે નિર્માણ કરેલ મંદિર ખાતે પધારી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોને સત્સંગ અને આદ્યાત્મિક સભાનો લાભ આપતા બોટાદ શહેર સહિત જિલ્લાની તેમજ અન્ય ગામોનાં હરિભક્તોમાં આનંદની લહેર જોવા મળી હતી. વિશ્વ વંદનીય મહંત સ્વામીનાં દર્શન માટે તલપાપડ હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

બોટાદ ખાતે ભાવનગર રોડ, વી.પી.શેઠનાં બંગલા પાસે, પ્રમુખ સ્વામી માર્ગ ખાતે દ્વિ-દિવસીય સત્સંગ અને આધ્યાત્મિક સભાનું વિશાળ પ્રાંગણમાં આયોજન કરાયું હતું.જેમાં મહંત સ્વામિને તેઓની દિવ્ય વાણીથી જણાવ્યું હતું કે સત્સંગ દિવ્ય છે, તેને ગમે તેવી પરિસ્થિતિમાં પણ છોડવો નહીં. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે કરેલા જીવન ઉધ્ધારનાં પ્રસંગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

ગુરૂપદ સંભાળ્યા બાદ સૌપ્રથમ વખત બોટાદને આંગણે પધારેલા મહંત સ્વામિનું વિવિધ સામાજિક સંસ્થા અને બોટાદ મિડીયા કર્મીઓ દ્વારા સન્માન કરાયું હતું. આ સત્સંગ સભામાં ડો.સ્વામી, સારંગપુરનાં કોઠારી જ્ઞાનેશ્વર સ્વામી સહિત સંતો અને વિશાળ સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતાં અને મહંત સ્વામીની વાણીનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...