તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં ટેલિકોમ કંપનીઓએ કેબલ ફિટ કરવા આડેધડ ખાડાઓ ખોદી નાખતા અકસ્માતનો ભય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબી શહેરમાં હાલ ટેલીકોમ કંપનીઓ દ્વારા આડેધડ ખાડાઓ કરવામાં આવતા હોવાથી શહેરીજનો ત્રસ્ત થઈ ગયા છે. મોરબી નગર પાલિકા તંત્રની મીઠી નજર તળે ઠેરઠેર પેવર બ્લોક ઉખાડી ખાડા કરવામાં આવી રહ્યા છે અને તેમાં કેબલ પાથરી માત્ર માટી નાખી નીકળી જતા હોય છે. જ્યારે અમુક વિસ્તારમાં ખાડાઓ જેમન તેમ છોડી ને પણ જતા રહે છે. જેના કારણે અકસ્માતનૉ ભય સેવાઇ રહ્યો છે. બીજી તરફ દુકાનની સામે ખાડાઓ હોવાથી દુકાનદાર અને ગ્રાહકોને પણ મુશ્કેલીઓ પડી રહી છે. તો રાતના સમયે અંધારામાં અકસ્માતનૉ ભય પણ સર્જાઈ રહ્યો છે.

મોરબી નગરપાલિકા દ્વારા મીઠી નજર તળે ટેલીકોમ કંપનીઓને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ મજા આવે તેમ આડેધડ ખોદી લોકોના જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. લોકોની સલામતીને ધ્યાને લઇ આડેધડ ખોદકામ કરવાને બદલે જેટલી કામગીરી થાય ત્યાં યોગ્ય રીપેર કરવામા આવે તે જરૂરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો