તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવાની સરકારી મોડેલ સ્કુલ તલગાજરડામાં શિક્ષક દિન ઉજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારી મોડેલ સ્કુલ તલગાજરડામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો.6 થી 12માં દરેક વર્ગના શ્રેષ્ઠ વિદ્યાર્થી શિક્ષકને ઇનામ આપવામાં આવેલ હતુ. તેમજ ભાવનગર લોક વિજ્ઞાન કેન્દ્ર આયોજીત નેશનલ સાયન્સ સેમિનારમાં જોષી ધરતી એમ. સમગ્ર જીલ્લામાં પાંચમો નંબર પ્રાપ્ત કરેલ. તથા ખેલ મહાકુંભ અંતર્ગત ખેરાળા વિનુ 600 મી.દોડમાં તાલુકા કક્ષાએ પ્રથમ, વાધેલા પ્રિતી ગોળાફેંકમાં તાલકા કક્ષાએ દ્વિતિય નંબર પ્રાપ્ત કરેલ. ગણિત-વિજ્ઞાન પ્રદર્શન વિભાગ-4 ફોલ્ડીંગ પવનચક્કીમાં ભાવિતાબેન શાહના માર્ગદર્શનમાં મકવાણા રૂદ્ર, મકવાણા દિપક એ કલ્સટર કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવેલ હતો.

અન્ય સમાચારો પણ છે...