તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંસ્કૃતમાં 15 પુસ્તકો લખનાર અને 1000 બાળકોને શીખવનાર શિક્ષક સન્માનીત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દ્વાદશ જ્યોતિર્લીંગ મહોત્સવના બીજા દિવસે સંસ્કૃતમા સૌ શ્રેષ્ઠ યોગદાન આપનારનુ સન્માન કરવામાં આવ્યું હતું.

તેમાં સંસ્કૃત સંવર્ધન જતન માટે જેઓ કાયા ધસી રહ્યા છે તેવા ઉત્તરાખંડના સંજુપ્રસાદ ધ્યાનીનુ પણ સન્માન કરાયું હતું. તેઓ જણાવ્યું હતું કે મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્થાનકે થી અને તે પણ બાર જ્યોતિર્લિંગ સંમ્મલિત થઈ મને આ સુવરણચંદ્રક અને સન્માન મળ્યું છે તે મારા માટે મારૂં જ નહીં સંસ્કૃતનું સન્માન છે. સંસ્કૃત સંવર્ધન માટે તેઓએ 15 જેટલા સંસ્કૃત પુસ્તકો લખ્યાં છે અને ૧૦૦૦થી વધુ લોકોને સંસ્કૃતમાં વાતચીત કરતાં કર્યો છે. આ માટે તેઓ 1998માં હરિદ્વાર અને રૂદ્રપ્રયાગ જિલ્લામા ઘેરઘેર ફરતા જ રહે છે માત્ર વાતો જ નહી તેઓ નક્કર કામગીરી કરતાં રહે છે અને ફળ પણ મળતું જ રહે છે.

પ્રારંભમાં સંસ્કૃત વિધાલય બનાવવા આંદોલન કર્યું જેમાં સફળ રહ્યા બાદ તેમણે ઉત્તરાખંડની રાજભાષા સંસ્કૃત બને તે માટે મુહિમ ચલાવતા આજે ભારતનું એક માત્ર એવું રાજ્ય બન્યું છે જ્યા સંસ્કૃતને માન્યતા મળી છે. અને તેથી આગળ વધી ચુંટાનાર દરેક સભ્ય સંસ્કૃતમા શપથ લે તેવો ઠરાવ પણ પાસ કરાવ્યો હતો. તસવીર-રાજેશ ભજગોતર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો