તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેતપુરમાં તાલુકા પોલીસ સ્ટેશન સહિત સરકારી મિલકતોનો વેરો હજુ બાકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જેતપુર નગરપાલીકાની આખરી નોટીસ બાદ પણ મિલ્કત વેરો નહીં ભરનાર તાલુકા પોલીસ સ્ટેશન, પોલીસ ક્વાર્ટર, પીઆઇ બંગલો, મામલતદાર કચેરી તેમજ ખુદ નગરપાલીકાનુ પશુ દવાખાનું વગેરે સરકારી મિલકતનો વેરો ભરવા જિલ્લા કલેક્ટર પાસે પાલિકાએ પત્ર લખી માંગ કરી હતી.

એ ગ્રેડની જેતપુર નગરપાલીકા દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ માટે મિલ્કત વેરો ભરવાની જાહેરાત ઘણા સમયથી કરવામાં આવી રહી છે. આ માટે પાલિકા દ્વારા શહેરમાં માઇક ફેરવીને પણ વેરો ભરવાની સતત જાહેરાત કરે છે.

જેમાં ખાનગી મિલ્કત આસામીઓ સાથે કેટલીક સરકારી મિલ્કતોએ જેમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકની મિલ્કતોમાં મામલતદાર કચેરી, માર્ગ અને મકાન વિભાગની ખુદની કચેરી, સીટી સર્વે, હોમગાર્ડ, એનીમલ હસબન્ડરી તેમજ પીડબ્લ્યુડી વિભાગ હસ્તકનું તાલુકા પોલીસ સ્ટેશન, જૂના નવા પોલીસ ક્વાર્ટર, પીઆઇ બંગલો, તેમજ ખુદની કચેરીનો પણ વેરો ભર્યો ન હોવાથી પાલિકાની ટેક્ષ શાખાએ ઉપરોકતની તમામ મિલકતનો ટેક્ષ ભરવા કલેકટરને પત્ર લખી માંગ કરી હતી.

જ્યારે શહેરના ઘણા સાડીઓના કારખાના, ટ્રાન્સપોર્ટ વગેરે પાસે પણ લાખો રૂપિયાનો વેરો વસુલવાનો બાકી હોય પાલિકા દ્વારા ૧૪ જેટલી જુદીજુદી ટીમો બનાવીને વેરો ભરવાનો બાકી રહેતા ૭૦૦૧ જેટલા આસામીઓને ગુજરાત મ્યુનિસિપલ એકટની કલમ ૧૩૩ અનુવયે જપ્તી વોરન્ટની બજવણી કર્યા બાદ પણ વેરો નહિ ભરતા પાલિકાએ જપ્તી પહેલાની નળ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ચાર જેટલા આસામીઓના કનેકસનો રદ કર્યા હતા. અને હવે તેઓની મિલ્કત જપ્તી કરવામાં આવશે તેમ ટેક્ષ શાખાના હેડ હર્ષદભાઈ ટાટમીયાએ જણાવ્યું હતું. જોકે સરકારી મિલકત ધારકો પાસે જ પાલિકાતંત્રની કડકાઇ ઢીલી પડી ગઇ છે અને કલેક્ટરને વિનવણી કરવી પડી હતી કે આ મિલ્કતોનું
કંઇક કરો.

પાલિકાએ જિલ્લા કલેક્ટરને વિનવણી કરવી પડી કે હવે તમે તો કંઇક કરો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો