રાજગોર બ્રાહ્મણનો તૃતિય સમુહ લગ્ન સમારોહ જૂનાગઢ ખાતે યોજાઇ ગયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજગોર બ્રાહ્મણનાં તૃતિય સમુહ લગ્ન સમારોહ જૂનાગઢ ખાતે ધર્મશાળા ભવનાથ તળેટીમાં યોજાયા હતા. જેમાં 7 નવદંપત્તિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા અને ત્રણ બટુકોએ યજ્ઞોપવિત ધારણ કર્યા હતા. આ તકે ધારાસભ્ય ભીખાભાઇ જોષી, ગીજુભાઇ ભરાડ, શાંતિભાઇ રવૈયા સહિતનાં જ્ઞાતિ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વેરાવળ બાયપાસ નજીક ટ્રસ્ટમાં દિવ્યાંગ બાળકોની ખાસ કાળજી લેવામાં આવે છે
વેરાવળ નજીક સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શારિરીક અને માનસિક રીતે બિમાર 18થી વધુ ઉંમરનાં 14 બાળકોને સંસ્થા દ્વારા સાચવવામાં આવે છે. જેમાં અમુકનાં વાલી ન હોઇ, અમુક તરછોડી દેવામાં આવ્યા હોય જેવા વધુ ગંભીર દિવ્યાંગ બાળકોને અહીંની સંસ્થા દ્વારા સાચવવામાં આવે છે. તેમ સંસ્થાનાં સંચાલક ભાવેશભાઇ રાઠોડે જણાવ્યું હતું.

મોરારીબાપુનાં હસ્તે સમાજ સેવક પ્રોફેસરને \\\"સોશ્યલ એક્ટિવિસ્ટ એવોર્ડ\\\'
સમાજ સેવક અને ગુજરાતનાં 8 આદિવાસી જિલ્લામાં ફરી મહિલા સરપંચ અને મહિલાઓ વિશેનાં પડકારોને ધ્યાનમાં લઇ 300 મહિલાઓનો પ્રશ્નોત્તરી દ્વારા સંશોધન કર્યું હતું. તેમની આ ઉમદા કામગીરી બદલ પ્રોફેસર રમેશ મકવાણાને મોરારીબાપુનાં હસ્તે સોશ્યલ એક્ટિવિસ્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

પ્રભાસ પાટણમાં ઘેડીયા કોળી સમાજનાં આગેવાનોની વરણી કરવામાં આવી
કાજલી | પ્રભાસપાટણમાં ઘેડીયા કોળી સમાજનાં આગેવાનોની વરણી કરવા માટે તા.11 મેનાં રોજ બેઠક મળી હતી. જેમાં સતત ચોથી ટર્મમાં પણ પ્રમુખપદે કાનભાઇ ગઢીયાની વરણી કરવામાં આવી હતી. અને ઉપપ્રમુખપદે લક્ષ્મીકાંતભાઇ સોલંકીની વરણી કરવામાં આવી હતી. જે બદલ સમાજનાં લોકોએ બંનેને અભિનંદન પાઠવ્યા હતા.

માળિયામાં વિનામુલ્યે નૈત્ર નિદાન કેમ્પ યોજાશે
માળિયા | માળિયા ખાતે આગામી 17 મેનાં રોજ વણિક સમાજ વાડીમાં સવારે 9 થી 12 વાગ્યા સુધીનાં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ, સુનિધિ ફાઉન્ડેશન મુંબઇનાં ડોકટર સહિતની ટીમ સેવા આપશે. જેમાં ઓપરેશન અને આંખની તપાસ વિનામુલ્યે કરી આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...