તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંકાનેરના મહિકા ગામે મકાનમાં તસ્કરોની ખેપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકાનેર તાલુકાના મહીકા ગામેથી બંધ મકાનમાં તસ્કરોએ મકાનના તાળા તોળી તીજોરીમા રહેલ સોનાની બૂટી, ચાંદીના સાંકળા અને રસોડામા રહેલ પીતળની થાળી સહીતની કીંમતી વસ્તુઓની ચોરી કરી હતી. આ અંગે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર તાલુકા મહીકા ગામે આવેલા જ્યોતિબેન ચંદુભાઈ ચાવડા (ઉ.વ. 50) રહે.હાલ અમદાવાદ, મુળ. મહીકાના બંધ મકાનમાથી તસ્કરો દ્વારા ચોરી કરવામા આવી હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને નોંધાવામા આવી છે.

આ ચોરીના બનાવની ફરીયાદ મુજબ ફરીયાદી પોતાના વતન મહીકા ખાતે સગાઈમા આવ્યા હોય જે પોતના ઘરે આટો મારવા જતા ઘરના તાળા તુટેલા જોતા માતાને ફોન કરતા પોતે બીજે દીવસે આવી ચેક કરતા ચોરો મકાનના તાળા તોડી તીજોરીમા રહેલ બે જોડી સોનાની બૂટી, ચાંદીના સાંકળા તથા ઘરમાં રહેલ પીતળની થાળી, કાસાની થાળી અને બારણાના પીતળના નકુચા સહીત કુલ 14,900 ની મતાની ચોરી કરી ગયાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...