તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેશોદમાં સ્વચ્છતાને લઈ 3 કલાકમાં 8 કિમી સુધી નિરીક્ષણ, 19 પુલ નીચે ગંદકી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલિકા પાસે કેટલા વાહનો ?
5 ટ્રેક્ટર શહેર માટે, 3 ટ્રેક્ટર અને 11 મેઝીક ડોર ટુ ડોર કલેક્શન માટે તેમજ 1 ટ્રેક્ટર કન્ટેનર ટ્રોલી મરેલ પશુ ઉઠાવવા માટે.

98 ટકા લોકો એપ વિશે અજાણ
દિવ્યભાસ્કર દ્વારા કેશોદ શહેરના 100 લોકોને પાલિકાની સ્વચ્છતા એપ્લીકેશન વિશે પુછવામાં આવતા 98 ટકા લોકો આ એપ વિશે અજાણ જોવા મળ્યાં હતાં. જ્યારે 2 લોકો આ એપ વિશે જાણતા હતાં પરંતું તેઓનું કહેવું હતુ કે, આ એપ્લીકેશન કામ કરતી નથી.

કયાં કયાં ગંદકી જાેવા મળી
ઉતાવળી નદીનાં 9 પુલ નિચે કચરો જોવા મળ્યો તેમજ પાણી ગંદુ હતું. તેમજ ટીલોરી નદીનાં 7 પુલ નિચે ગંદકીનું સામ્રાજય છે. તેમજ ★રસ્તા પર 6 જગ્યા પર કચરાના ઢગલા જોવા મળ્યા છે.

શહેરનાં જાહેર રોડ ઉપર 8 જગ્યાએ કચરાનાં ઢગ જોવા મળ્યા, સફાઈનો સદંતર અભાવ
વેરો ભરીએ છીએ પણ નગરપાલિકા દ્વારા સફાઈ નથી થથી
કેશાેદ પાલીકા સાફ સફાઇ નિવેદનવાેર્ડ નં 2 માં રહેતા હસનભાઇ રૂ વાળા સમયસર વેરાે ભરે છે. ઘાંચી સમાજ વાળી શેરીમાં ડાેર ટુ ડાેર કચરાે ઉઠાવવા વાહન આવતું નથી. દુકાનની સામે ટીલાેરી નદી કાંઠે કચરા બાબતે લેખિત ફરીયાદ કરી છે તેમ છતાં પાલીકા કચરાે ઉઠાવતું નથી. નદીમાં કાેઇ દવા છંટકાવ થતાે નથી. ઇચ્છા એવી છે કે શહેર સ્વચ્છ હાેવું જાેઇએ.

ધંધાર્થીઓ જયાં-ત્યાં કચરો ફેંકે છે, રસ્તામાં માવાની ઉડતી કોથળીઓ
વાેર્ડ નં 6 ના રહેવાસી ડાયાભાઇ દેસાઇ સમયસર વેરાે ભરે છે. અને પાલીકા ડાેર ટુ ડાેર કચરાે ઉઠાવવા વાહન માેકલે છે પરંતુ રસ્તાઓમાં માવાની કાેથળીઓ ઉડે છે અને ધંધાર્થી દ્વારા જયાં ત્યાં કચરાે ફેકવામાં આવે છે જે સામાન્ય રીતે 500 મીટર સુધી ઉડીને પડે છે. મારૂ શહેર સ્વચ્છ હાેવું જાેઇએ પણ અત્યારની પરિસ્થિતીએ સાફ સફાઇનાે એવાેર્ડ મળી સકે તેમ નથી.

તમામ વોંકળાનાં પુલ નીચે ભયંકર ગંદકી, કચરો ઠાલવાય છે
વાેર્ડ નં 4 ના રહેવાસી અશ્વિનસિંહ રાયજાદાએ જણાવ્યું કે હું નિયમીત વેરાે ભરૂ છું. ડાેર ટુ ડાેર વાહનાેમાં મકાન માલીકાે કચરાે ઠાલવે છે. તેમ છતાં જાહેર રાેડ પર ભયંકર કચરાે જાેવા મળે છે. જાહેર રાેડ પર, કેશાેદના તમામ વાેકળાના પુલની ભયંકર ગંદકી છે જે સફાઇ થતી નથી. કચરાપેટીની કિંમત અંગે હું અજાણ છું તેમ કહ્યું હતું.

ટીલોરા નદી

ઉતાવળી નદી

કડક કાર્યવાહી જરૂરી
તમામ જગ્યાએ સાફ સફાઇ કરવી પડશે પછી કડક દંડની કાર્યવાહી જરૂરી ★પાલીકાએ પાનના ગલ્લાવાળાઓ પર 24 કલાક ધ્યાન રાખવું પડશે. ★ગલીએ ગલીએ લાેકાેને સાેગંધ લેવડાવવા પડશે ★સ્વચ્છતા રાખનારને પુરસ્કૃત કરવા પડશે. આગેવાનાે માત્ર ફાેટાે સેશન ★માવામાં વાપરવામાં આવતી કાેથળી ઉડી આેછામાં આેછી 500 મીટરના ઘેરાવમાં ફર્યા કરે છે. ★દરેક સમાજની વાડીની આસપાસ ખાસ પ્રકારની ગંદકી જાેવા મળે છે. ★સ્વચ્છતા માટે રાેકડ પુરસ્કાર મેળવવા હજુ 80 ટકા મહેનતની જરૂર છે. પાલીકાએ આવતા લાેકાે પાસે માેબાઇલ નંબર અને OTP નંબર મેળવી સરકારમાં સ્વચ્છતામાં નંબર 1 રેટીંગ મેળવવાના પ્રયાસાે થઇ રહ્યા છે.

કેટલા સફાઇ કામદારો ?
પાલીકા પાસે કામદારોની સંખ્યા 120 ની છે. જેમાં વોર્ડ દીઠ 5 થી 6 સફાઇ કામદારો કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો