મેડિકલ સ્ટોરમાં ગ્રાહક બની આવેલી સગર્ભા 2.5 લાખ ભરેલાે થેલાે લઇ છૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવના જનતા મેડિકલ સ્ટોરમાં મહિલાઓએ ગ્રાહક બની દુકાનના માલીકની નજર ચુકાવી થેલામાં ભરેલા 2.5 લાખ રૂપિયાની ઉઠાંતરી કરી રફૂચકકર થઇ જતા દુકાનદારે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

રાણાવાવમાં જુના બસ સ્ટેશન પાસે આવેલા જનતા મેડિકલ સ્ટોરના માલીક સુરેશભાઇ રાજયગુરૂએ સવારે 9.00 વાગ્યા આસપાસ દુકાન ખોલી હતી અને 2 મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી. જેમાં મહિલાએ પીળી સાડી પહેરી હતી અને એક મહિલા સગર્ભા હતી અને એક મહિલાના હાથમાં બાળક હતુ. આ મહિલા તેના બાળકને ગુંબડા છે અને ગુંબડા માટે દવા માંગી હતી આથી વેપારીએ દવા આપી હતી ત્યારે દવાના ભાવતાલમાં મહિલાઓએ રકઝક કરી હતી અને દવા લીધા વગર ચાલી ગઇ હતી. ત્યારબાદ દુકાનદાર સુરેશભાઇએ પોતાનું પર્સ જોયુ તો તેમાં રાખેલા રૂપિયા જોવા મળ્યા ન હતા પર્સ ખાલી હતુ જેથી દુકાનદારે આસપાસ નજર દોડાવી હતી પરંતુ આ બન્ને મહિલાઓ રફૂચકકર થઇ ગઇ હતી. આ અંગે દુકાન માલીકે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આસપાસના સીસીટીવી કેમેરાનું ફૂટેજ ચેક કર્યુ હતુ. પરંતુ આ મહિલાઓ દુકાનદારનું ધ્યાન ભટકાવી 2.5 લાખ રૂપિયા લઇને નાશી છૂટી હતી. પોલીસે બન્ને અજાણી મહિલાઓ વિરૂધ્ધ્ ગુન્હો દાખલ કરી આગળની તજવીજ રાણાવાવ પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...