તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપલેટામાં બાકીદારોની મિલકત ટાંચમાં લેવા તંત્રનો તખ્તો તૈયાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉપલેટામાં શિક્ષણ, પાણી અને અન્ય મિલકતના વેરાના બાકીદારો સામે 31/3 સુધી કડક વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરવાની આપવામાં આવેલી સૂચના અનુસાર ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા વોર્ડ વાઇઝ છ અધિકારી અને કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી છે,અને એ ટીમ બાકીદારોની મિલકતની જપ્તી સહિતની કડક કાર્યવાહી કરશે તેવી જાહેરાત થતાં બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.

આ પ્રભારિઓ તેમને સોંપવામાં આવેલ જે તે વોર્ડમાંથી વોર્ડના સૌથી મોટા આશરે 200 ટેક્સ બાકીદારોની યાદી બનાવશે અને તેઓના નળ કનેક્શન તાત્કાલિક કાપી નાંખવા માટેની યાદી સાથે ફિટરને મોકલાશે. જળાશય વિભાગના માણસો દ્વારા તાત્કાલિક નળ કનેકશન કાપવાની કાર્યવાહી કરશે.ત્યારબાદ વોર્ડ પભારીઓ નગરપાલિકાના અધિનિયમ 1963 ની કલમ 133 મુજબ બાકીદારોની જંગમ અને સત્તાવાર મિલકતની ટાચ લેવા માટે જપટી વોરત બજાવનાની ની કાર્યવાહી અને જપ્તી વોરંટ બજવશે. સમય મર્યાદામાં બાકી રકમ પૂરી ન ભરે તો તેવા બાકીદારો સામે મિલકત સીલ, સીઝ તથા જપ્તી અને ટાંચની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીમાં નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના ચૂંટાયેલા તમામ સદસ્યોએ સહયોગ લેવામાં આવશે તેઓ આવા બાકીદારોને સમજાવી તાત્કાલિક વેરો ભરે તેમ સમજાવશે નગરપાલિકાના અત્યાર સુધીમાં આ બાકીદારો સામે ની પ્રથમ કડક ઝુંબેશ હોય તેનાથી આવા બાકીદારોમાં બીક ફેલાઈ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનો આવે એટલે દરેક તંત્રને આખા વર્ષના પ્લાનિંગ અને આવક-જાવકની ગણતરી કરવાની રહે. ઉપલેટા નગરપાલિકાને પણ તિજોરી તળિયા ઝાટક હોય બાકીદારો પાસેથી આ નાણાં વસુલવા યેનકેન પ્રકારે તમામ કાર્યવાહી કરીને પણ વેરો વસુલી તિજોરી ભરવી જ પડશે. આથી એક પછી એક આકરા કોરડા વિંઝવા પાલિકાની ટીમ સજ્જ બની ગઇ છે અને તેના લીધે બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.

નગરપાલિકા આકરા પાણીએ, કડક વેરા વસૂલાત ઝુંબેશનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો