તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૈયદ રાજપરામાં વધુ એક સિંહનું શંકાસ્પદ મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊનાનાં દરીયાઇ કિનારે આવેલા સૈયદ રાજપરા ગામના રહેણાંકીય વિસ્તારમાં 5 સિંહ પરિવારનું ટોળુ રહેતુ હોય જેમાંથી એક સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આ‌વતા એસસીએફ સહિતનો સ્ટાફે સ્થળે પહોંચી વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી.આ સિંહનાં ગ્રુપને માણેકપુર તરફના રસ્તે જતા લોકોએ નિહાળ્યા હતા. એરંડાનું વાવેતર હોય તેમાંથી પસાર થયા બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઊના વનવિભાગનાં કર્મચારી ભાવસિંગ સોલંકી સહિત કર્મીને થતા જશાધાર આરએફઓ તેમજ ધારીના એસસીએફ એન.જી. પરમારે મૃતદેહનો કબ્જો લઇ તેના મોતનુ કારણ શોધવા તપાસ હાથ ધરી છે.

શંકાસ્પદ મોત કે ઇનફાઇટથીω થયું, ઘુંટાતુ રહસ્ય
વનવિભાગના અધિકારીઓ સિંહના મોત પાછળ ઇનફાઇટની ધટના હોવાનું જણાવી મોતનું સાચુ કારણ બતાવવા મગનું નામ મરી પાડતા આ સિંહના મોતનું રહસ્ય ઘુંટાઇ રહ્યુ છે. દોઢ વર્ષ પહેલા દીપડાનાં મોતનું રહસ્ય પણ હજુ પણ અકબંધ હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો