સૈયદ રાજપરા ગામે માછીમાર સાથે રૂ.20 હજારની છેતરપીંડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊનાના સૈયદ રાજપરા ગામના માછીમારના તમારો વાયરલસ સેટ આવેલ છે. તેવું જણાવી રૂ.20 હજારની રકમ મેળવી છેતરપીંડી કર્યા અંગે ઊના પોલીસમાં ફરીયાદ નોધાયેલ છે.
સૈયદ રાજપરા ગામના છગનભાઇ લખમણભાઇ રાઠોડ નામના માછીમારને તેના મોબાઇલ પર ત્રણ દિવસ પહેલા 6356645489 નંબર પરથી મોબાઇલ ફોન આવેલ કે તમે બોટ માટેનો વાયરલસ સેટ કસ્ટમ ઓફીસમાંથી નોંધણી કરાવેલ તે આવી ગયેલ છે. તેવું જણાવી રૂ.20 હજાર રોકડા લઇ ઊના બસ સ્ટેશન પાસે આવી લઇ જતાં જણાવતા છગનભાઇ રાઠોડ પોતાના સગાકુટુંબ પાસેથી ઉછી ઉધાર રકમ લઇ ઊના વાયરલસ સેટ લેવા આવતા અજાણ્યા વ્યક્તિ અન્ય કોઇ શખ્સ સાથે ફોન પર વાત કરાવી હતી. અને રૂ.20 હજાર મેળવી લીધા બાદ વાયરલસ સેટ મોબાઇલમાં ફોટો બતાવી સૈયદ રાજપરા બંદર ખાતે ડીલેવરી આપવા જણાવી રકમ લઇ ગયા બાદ તેણે પોતાનો મોબાઇલ બંધ કરી દીધો હતો. અને છેતરપીંડી કરેલ હોવા અંગે પોલીસમાં ફરીયાદ કરેલ છે. બનાવ સ્થળ નજીક સીસી કેમેરા લાગેલ હોય આ વિસ્તારના કેમેરા જોવામાં આવે તો આવા છેતરપીંડી કરતા શખ્સોની ઓળખ કરી પકડી પાડવા માંગણી ઉઠેલ છે.

અન્ય સમાચારો પણ છે...