કોલેજ ઓફ મેનેજમેન્ટ & કમ્પ્યૂટર સાયન્સના વિદ્યાર્થીઓ માટે ફેરવેલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આટકોટ | જસદણ તાલુકાની સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ આટકોટમાં અભ્યાસ કરતા BCA અને B.Com ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ માટે તેમના જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા ફેરવેલ ફંક્શનનું અનેરૂ આયોજન કરવામાં આવ્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમ અંતર્ગત ડિપાર્ટમેન્ટ હેડ જયદીપભાઈ હિરપરા તેમજ કો-ઓર્ડીનેટર રોહિતભાઈ પટેલ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ કોલેજનાં ફાઈનલ પરનાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાના કોલેજકાળનાં સંસ્મરણો વાગોળતાં પોતાના અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યાં હતા. સાથોસાથ જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ડાન્સ, ડ્રામા, એક પાત્રીય અભિનય, સોલો ડાન્સ, રીયલ સોંગ્સ વગેરે જેવી ઇવેન્ટ રજૂ કરી તેમના સીનીયર વિદ્યાર્થીઓ જીવનમાં દરેક ક્ષેત્રમાં આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સંસ્થાનાં ડિરેક્ટર ડૉ. કમલેશ હિરપરાએ સંચાલન કરતા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ ફાઈનલ પરનાં વિદ્યાર્થીઓને જીવનમાં જ્યાં જરૂર પડે ત્યાં હરહંમેશ સંસ્થા આપની સાથે રહેશે તેવો વિશ્વાસ પ્રદાન કરતા જીવનમાં હરહંમેશ નવું-નવું શીખતા રહે તેમજ સફળતાનાં શિખરો સર કારે તેવા શુભાષિશ પાઠવ્યાં હતા. પર્સનાલીટી વિકમાં નંબર પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓ અને સ્ટાફગણને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યાં હતા. તેમજ ગત પરીક્ષામાં યુનિવર્સીટીમાં ટોપ ૧૦ માં સ્થાન મેળવતા વિદ્યાર્થીઓ સુરાણી પૂનમ, હિરપરા કૃપાલી તેમજ માનસરા પલકને સંસ્થા દ્વારા રૂ|. ૧૧,૫૦૦/- નું રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યુ હતું. સંસ્થાનાં શુભેચ્છક ડૉ. હિરેનભાઈ ઘેલાણી દ્વારા વિડીયો મારફત તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે રૂપાવટી શૈક્ષણિક સંકુલના સંચાલક ભૂપતભાઈ કેરાળીયા તેમજ પાઠશાલા સ્કૂલનાં સંચાલક હેમંતભાઈ બેરા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કોલેજ પ્રિન્સીપાલ મયુરભાઈ વેકરીયાનાં માર્ગદર્શન હેઠળ SY B.Com અને BCAનાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યુ હતુ. જેમાં સમગ્ર સ્ટાફગણ અને વિદ્યાર્થીઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
અન્ય સમાચારો પણ છે...