તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરમાં સિહોરના આધેડનું સ્વાઇન ફ્લૂથી મોત : અરેરાટી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હેલ્થ રિપોર્ટર | ભાવનગર | 25 ફેબ્રુઆરી

ભાવનગર સર ટી હોસ્પીટલમાં આજે ભાવનગર જીલ્લાના સિહોરના એક 57 વર્ષિય વૃદ્ધને સ્વાઇન ફ્લુ ભરખી ગયો છે. આજે સ્પેશ્યલ ઓપીડીમાં થયેલાં ચેકીંગમાંથી વધુ 2 દર્દીને શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરાયા છે અને વધુ 1 દર્દીના રિપોર્ટ પોઝીટીવ મળતાં અત્યારે કુલ 14 પોઝીટીવ સહિત સર ટી હોસ્પીટલમાં 16 દર્દીઓ સારવાર હેઠળ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર જીલ્લાના સિહોરના એક 57 વર્ષિય વૃદ્ધને સ્વાઇન ફ્લુને લઇને તા.16/2/19ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં આજે સારવાર દરમ્યાન સવારના 3:05 વાગ્યાના સુમારે તેમનું મોત નિપજ્યું હતું. તેમના મૃતદેહને નિયમ અનુસાર પોલીથીન બેગમાં સંપૂર્ણપણે પેક કરીને પર્સનલ પ્રોટેકટીવ કીટ સાથે મૃતકના સગાઓને સોંપાયો હતો. અત્યાર સુધીના જીલ્લાના સ્વાઇન ફ્લુને લઇને દાખલ થયેલા કુલ કેસોનો આંક 200થી વધુ થયો છે. જેમાંથી અત્યાર સુધીમાં 100થી વધુ વ્યક્તિઓની સ્થિતિ નોર્મલ થતાં તેમને રજા આપી દેવાઇ છે. આજે એક દર્દીને રજા અપાઇ હતી. સિઝનલ ફ્લૂના વધતા જતા કહેર સામે આરોગ્ય વિભાગની કોઇ કાર્યવાહી લોકોમાં દેખાઇ રહી નથી.વાયરસના આ હાહાકાર સામે આરોગ્ય તંત્ર વામણું દેખાઇ રહ્યું. આ સિઝનમાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂ 50 જેટલા લોકોને ભરખી ગયો છે. લોકો ઇચ્છી રહ્યા છે કે આ વાયરસને વહેલી તકે નાથવામાં આવે.

અત્રે ઉલ્લેખનિય છે કે, સ્વાઇન ફ્લૂએ સમગ્ર રાજ્યની સાથોસાથ ભાવનગરને પણ ભરડામાં લીધુ છે ત્યારે ભાવનગર િજલ્લા હોસ્પિટલમાં તંત્રએ લોકોને ગંદકી વડે ભરડામાં લઇને સ્વાઇન ફ્લૂને વિકસવા-વિસ્તરવાનું વાતાવરણ પુરૂ પાડવાનું કામ કર્યું હોય તેમ હોસ્પિટલમાં અત્ર-તત્ર-સર્વત્ર વ્યાપ્ત થયેલી ગંદકી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો