તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબાળી શાળાના વિદ્યાર્થીઓએ રણમાં પતંગોત્સવની મજા માણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોટાદ જિલ્લાના ગઢડા(સ્વામિના) તાલુકાની લીંબાળી કેન્દ્રવતી શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું હતું. જેમાં શાળાના 89 બાળકોએ ભાગ લીધો હતો.બે રાત્રી અને ત્રણ દિવસના આ પ્રવાસમાં કચ્છના તમામ સ્થળો જેવા કે મુન્દ્રા, માંડવી, માતાનો મઢ, નારાયણ સરોવર અને ભુજના જોવાલાયક સ્થળોની સાથે સાથે સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનો પ્રત્યક્ષ અનુભવ લીધો હતો.આ પ્રવાસને સફળ બનાવવા શાળાના આચાર્ય ગાંજા મુરાદભાઈ અને શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉપાડી હતી. બાળકોને તમામ સ્થળોએ રહેવા અને જમવાની ઉત્તમ સુવિધા પૂરી પાડી અને આ પ્રવાસને સફળ બનાવ્યો હતો. તસવીર પ્રભાકર મોદી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો