તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેતપુરમાં ATM કાર્ડ સ્વેપ કરી ધોરાજીથી 50000 ઉપાડી લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુરમાં એસબીઆઇના એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા એક યુવાનના એટીએમ કાર્ડની એક ગઠિયા ભેજાબાજે કાર્ડને સ્વેપ મારી તેની કોપી કરી લઈ ધોરાજીના એટીએમમાંથી પચાસ હજાર રૂપિયા ઉપાડી લીધાની ફરિયાદ નોંધાઇ છે.

શહેરની એચએફડીસી બેંકમાં કરંટ એકાઉન્ટ ધરાવતા ભગવાનદાસ કનૈયાલાલ હરસુરીયા નામના વેપારીને પેઢી માટે રૂપિયાની જરૂર હોય તેમનો પુત્ર બુધવારે શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં આવેલ એસબીઆઇના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયો હતો, ત્યારે તેનું એટીએમ કાર્ડ મશીનમાં ફસાઈ જતા ત્યાં બાજુમાં ઉભેલા એક શખ્સે કાર્ડ મશીનમાંથી કાઢી આપ્યું હતુ, ત્યાર બાદ કમલેશના મોબાઇલ પર ક્રમશઃ પૈસા ઉપાડવાના મેસેજ આવવા લાગતા તે તરત જ એચએફસીડી બ્રાન્ચે જઈ એકાઉન્ટનું સ્ટેટમેન્ટ કઢાવતાં ધોરાજીના સ્વાતિ ચોકમાં આવેલ એટીએમમાંથી કોઈએ ૫૦ હજાર રૂપિયા ઉપાડી લીધાનું આવતા મેનેજરને કહીંને તરત જ એટીએમ લોક કરાવી ૫૦ હજાર રૂપિયા કોઈ ભેજાબાજે એટીએમ કાર્ડ સ્વેપ કરી તેની કોપી કરી ઉપાડી લીધાની સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા સિટી પીઆઈ વી.કે. પટેલે બેન્કમાંથી એટીએમના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જેતપુરમાં એટીએમ કાર્ડ સ્વેપ કરી ધોરાજીથી કેવી રીતે રકમ ઉપાડી તે ટેકનીકલ બાબત ભેજાબાજોની કળી શકાય તેવી નથી.

અન્ય સમાચારો પણ છે...