ઢસાના સ્વામી ગુરુકુળમાં સ્વામી પર હુમલો કરનારા 3 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ એલસીબી પોલીસ ટીમ દ્વારા ઢસાજકશન સ્વામિનારાયણ ગુરુકુળમાં ચોરી કરવાના ઇરાદે આવેલા ચાર શખ્સો પૈકી 3ને બોટાદ એલસીબી ટીમે ઝડપી પાડ્યા છે

ગઢડા તાલુકાના ઢસા જકશન સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળમાં ગત તા 7 મેના મોડી રાત્રીના દોઢ વાગ્યે ચોરી કરવાના ઇરાદે આવેલા ચાર શખ્સોએ ગુરુકુળના સ્વામી અક્ષર પ્રકાશદાસજી પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત સ્વામીને ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ કેસના આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા આ બનાવને પગલે ઢસાજકશન ગામે રહેતા સત્સંગી હિતેશભાઈ ડાયાભાઈ પરમાર મિસ્ત્રીએ ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એલસીબી ટીમ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા હતા. દરમિયાન મંગળવારે ભુપતભાઈ બીજલભાઇ માથાસુળીયા (રહે ઉમરાળા) કે જેવો અગાઉ પણ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં મારામારી અને દારૂના કેસમાં પકડાયેલ હોય તેને એલસીબી કચેરી ખાતે લાવી પૂછપરછ કરતા પોતે ગુનો કરેલાનું કબૂલ્યું હતું. તેમજ તેની સાથે બે આરોપીઓ દિલીપભાઈ ઉર્ફે દિલો પોપટભાઈ સાથળિયા (રહે ધોળા) તથા કમાભાઈ કરસનભાઈ પરમાર (રહે કેરીયા તા -ઉમરાળા)એમ આ ત્રણેયે છરી વડે સ્વામી ઉપર હુમલો કર્યાનું કબૂલ્યું હતું જેથી ત્રણેય શખ્સોની અટકાયત કરી ઢસા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...