સુતેલા આધેડનુ મોઢુ દબાવી રૂા.45 હજારની મતાની લૂંટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર |ભાવગનર|4 એપ્રિલ

ઉમરાળા તાબેના ચોગઠ ગામે ગત રાત્રીના આધેડ પોતાના ઘરે સુતા હતા.તે વખતે ચાર અજાણ્યા શખ્સોએ ઘરમા પ્રવેશી આધેડનુ મોઢુ દબાવી રૂ.45 હજારની મતાની લૂંટ ચલાવી નાસી ગયા હતા.

બનાવની ઉમરાળા પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ ચોગઠ ગામે રહેતા ધનજીભાઇ ઠાકરશીભાઇ કોશીયા ગત મોડી રાત્રે પોતાના ઘરે સુતા હતા.તે વખતે આવી ચડેલા ચાર અજાણ્યા શખ્સોએ તેમનુ મોઢુ દબાવી,મુંઢ મારમારી તેમણે પહરેલ પહેરણના કીંમતી બટનો તથા મોબાઇલ અને રૂ.15 હજાર રોકડા મળી કુલ રુ.44,500 ની મતાની લૂંટ કરી તમામ શખ્સો નાસી છુટયાની ઉમરાળા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવવામા આવી છે. આ અંગે પોલિસે અજાણ્યા શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...