તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યકક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટમાં સુરેન્દ્રનગર ટીમ ચેમ્પિયન બની

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય પ્રાથમિક માધ્યમિક શાળાઓના શિક્ષકોની વોલીબોલ સ્પર્ધા યોજાઇ હતી. જેની ગાંધીનગર ખાતે ફાઇનલ મેચ મહેસાણા અને સુરેન્દ્રનગર ટીમ વચ્ચે રમાઇ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની ટીમ ચેમ્પીયન બની હતી.

રાજ્યના શિક્ષકો માટે ત્રણ ઝોનમાં વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય સી.ટી.ટુંડીયા અને કોચ જોષીભાઇના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રથમ ભાગ લીધો હતો. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સુરેન્દ્રનગર અને ગીરસોમનાથ ટીમ વિજેતા બનતા ત્રણેય ઝોનની ટીમો વચ્ચે તા.14 માર્ચે સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પ્રથમ રાઉન્ડમાં સુરેન્દ્રનગરની ટીમ અમદાવાદને હરાવી વિજેતા બની હતી. આ ટુર્નામેન્ટની સેમિફાઇનલ મેચનો મુકાબલો સુરેન્દ્રનગર ગીરસોમનાથની ટીમ વચ્ચે રમાયો હતો.જેમાં સુરેન્દ્રનગરની ટીમ વિજેતા બની હતી. ફાઇનલ મેચ સુરેન્દ્રનગર અને મહેસાણાની ટીમ વચ્ચે વચ્ચે રમાઇ હતી.જેમાં સુરેન્દ્રનગરની ટીમ ચેમ્પિયન બની હતી. આથી સુરેન્દ્રનગર તાલીમ ભવન ખાતે વિજેતા ટીમનું ભવ્ય સ્વાગત કરી ખેલાડીઓનું સન્માન
કરાયુ હતુ.

મહેસાણાની ટીમ સામે ઝાલાવાડના શિક્ષકોએ મેદાન માર્યું

અન્ય સમાચારો પણ છે...