તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતના હીરા દલાલનું રૂ. 5 કરોડમાં ઊઠમણું, 20 ફસાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીધરપુરા હીરા બજારમાં વર્ષોથી દલાલી કરતો હીરા દલાલ 20 વેપારીઓ પાસેથી દલાલીથી વેચવા માટે હીરા લઈને ગયા બાદ હીરા સસ્તામાં વેચીને વેપારીઓને રૂપિયા નહીં ચૂકવીને ભાગી ગયો હતો. તેના વિરુદ્ધ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મોટા વરાછામાં સુદામા ચોક પાસે સાંઈ મિલન એપાર્ટમેન્ટમાં રહેતા ઘનશ્યામ કાળુભાઈ લીંબાણી ઉર્ફે સણોસરા મહીધરપુરા હીરા બજારમાં હીરાનો વેપાર કરે છે. તેમની મહીધરપુરામાં પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં ઓફિસ છે. દોઢેક વર્ષ પહેલા તેમનો પરિચય મોટા વરાછાના હીરા દલાલ તુષાર અમરશી સવાણી સાથે થયો હતો. તુષારે ઘનશ્યામ લીંબાણી સાથે લોભામણી વાતો કરીને 57.50 કેરેટના તૈયાર હીરા દલાલીથી વેચવા માટે તેમની પાસેથી લઈ લીધા હતા. જેમની કિંમત 10.30 લાખ રૂપિયા થાય છે. તુષારે તે હીરા સસ્તા ભાવે વેચીને રૂપિયા જાતે વાપરી ગયો હતો. તેની પાસે રૂપિયાની ઉઘરાણી કરી તો તે રૂપિયા ન આપી સુરતથી નાસી ગયો હતો. ઘનશ્યામ લીંબાણીને જાણવા મળ્યું કે, તુષારે બીજા વીસેક વેપારીઓ પાસેથી આ રીતે પાંચેક કરોડ રૂપિયાના હીરા વેચવા માટે લીધા બાદ રૂપિયા આપ્યા ન હતા. ઘનશ્યામ લીંબાણીની ફરિયાદના આધારે પોલીસે તુષાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...