PNR હોસ્પિટલમાં પ્લાસ્ટીક સર્જરીના સફળ ઓપરેશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ રિપોર્ટર ¿ ભાવનગર |11 મે

અકસ્માતના તાજેતરના બે કેસમાં સર ટી હોસ્પિટલમાં સારવાર નહીં થઇ કશવાને કારણે તેમ જ ખોટી સારવાર થવાને કારણે પીડીત એવી બે વ્યક્તિઓનાં ઓપરેશન પીએનઆર સોસાયટીમાં સફળતાપૂર્વક કરી આપવામાં આવ્યા હતાં. ભાવનગર શહેરમાંજ આ દર્દીઓને સમયસર સારવાર મળી જતા રીકવરી થઈ હતી અને સ્થિતીમાં સુધારો થતા દર્દીના સ્વજનોઅે પણ હાંશકારો અનુભવ્યો હતો.

સિહોર તાલુકાના ઝરીયા ગામના આશાબેન સાદુળભાઇ ઘાંઘળ (ઉ.વ.40) પોતાના પતિ પાછળ બેસી મોટરસાઇકલ પર જઇ રહ્યા હતા ત્યારે તેમની ચૂંદડીનો છેડો પાછળના વ્હીલમાં ભરાઇ જતાં થયેલ અકસ્માતમાં તેમના જમણાં પગનો પંજો તથા સ્નાયુને ગંભીર ઈજા થઈ હતી આથી સારવાર માટે તેઓને ભાવનગર શહેરની સરટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા પરંતુ સર ટી હોસ્પિટલમાં પ્લાસ્ટીક સર્જન ન હોઇ સારવાર થઈ ન હતી આથી દર્દીની સ્થિતી વધુ કથળે તેમ હતી પરંતુ આ સંજોગોમાં ભાવનગરની જ પીએનઆર હોસ્પિટલમાં મુંબઇના પ્લાસ્ટીક સર્જન ડો. નરેશ વાઘવાના કેમ્પ દરમ્યાન નવી ચામડી મૂકવા માટે એબ્ડોમીન ફ્લેપ કરી ઓપરેશન સફળતાપૂર્વક પાર પડાયું હતું. આથી દર્દીને રાહત મળી હતી.

બીજા એક કિસ્સામાં દડવા ગામના સુરાભાઇ અમરાભાઇ ખટાણા (ઉ.વ.48) પોતે છકડો હાકીને જતા હતા તે દરમ્યાન તેમનું વાહન પલ્ટી ખાઇ જતાં જમણા પગની પાનીમાં પતરું વાગતાં પાની કપાઇ ગઇ હતી અને હાડકામાં ફ્રેક્ચર થતાં ગંભીર પણે ઘાયલ થયા હતા. સુરાભાઈને વધુ સારવા માટે ભાવનગર ખાતેની સર ટી હોસ્પિટલમાં પાનીમાં ટાંકા લઇ સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી. એના કારણે આઠ દિવસ પછી પગની ચામડી કાળી પડી ગઇ હતી. આથી તેમની હાલત વધુ બગડી હતી અને હવે આમાં શુ કરવું તે સ્થિતી ઉત્પન્ન થઈ હતી આ સંજોગોમાં તેમને પણ પીએનઆર સોસાયટીમાં ડો. વાધવાએ સફળ ઓપરેશન કરી આપ્યું હતુંં. જેથી દર્દીની સ્થિતી સુધરી હતી અને બીમારી આગળ વધતા થંભી ગઈ હતી.

આમ, ભાવનગર ખાતેની પીએનઆર હોસ્પિટલમાં બે દર્દીઓ જેને ખોટી સારવાર તેમજ અન્ય એક કેસમાં સારવાર ઉપલબ્ધ ન હોવાને કારણે કટોકટીની સ્થિતિ સર્જાઇ હતી પણ પીએનઆર હોસ્પિટલમાં સમયસરની સારવાર મળી જતા સફળ ઓપરેશન થયા હતા. જેથી બન્ને દર્દીઓને રાહત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...