વાંકાનેરમાં યુવતીનો આપઘાત પ્રકરણમાં છાત્રોએ રેલી કાઢી

Wankaner News - students rally in wankaner39s suicide chapter 080141

DivyaBhaskar News Network

Oct 13, 2019, 08:01 AM IST
વાંકાનેરના દિગ્વિજયનગર પેઢકમાં રહેતી ધોરણ 12ની છાત્રાએ ઘરે કેરોસીન છાંટી આગ ચાંપી દીધી હતી. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.સારવાર મોત નિપજયું હતું. બનાવમાં મૃતક યુવતીના પિતા રતિલાલ ગોવિંદભાઈ વોરાએ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં છ આરોપી ગૌરીબેન કેસુભાઈ ઉભડીયા, રાહુલ રમેશભાઈ વોરા બંને રહે પેડક, જીતેન્દ્ર અરજણભાઈ મકવાણા રહે. સીંધાવદર તેમજ પરમાર અખીલ નામથી ખોટું ફેસબુક આઇડી બનાવનાર અજાણી વ્યક્તિએ મૃતક યુવતીનો વિડિયો મોબાઈલ માં ઉતારી ખોટું ફેસબુક આઇડી બનાવી ફરિયાદીની દીકરીને બદનામ કરવાની ધમકી આપી તેમજ આ લુખ્ખાઓએ ગેંગ રેપ કરવાની કોશિશ કરી વારંવાર હેરાન પરેશાન કરતાં હોય જેના કારણે છાત્રાને આપઘાત મજબૂર કરતાં આરોપીઓ વિરુદ્ધ મુજબ ગુનો નોંધાયો છે.

X
Wankaner News - students rally in wankaner39s suicide chapter 080141
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી