તરઘરાની જ્ઞાનમંદિર વિદ્યાપીઠના છાત્રો કલામહોત્સવમાં ઝળક્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ ભાસ્કર | ગાંધીજીની 150 મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લાના તરઘરા સ્થિત જ્ઞાનમંદિર વિદ્યાપીઠ ખાતે કલામહોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્રકલા કાવ્ય લેખન નિબંધ લેખન તથા વકૃત્વ સ્પર્ધામાં પસંદગી પામેલા આ વિદ્યાર્થીઓએ આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલ તાલુકા QDC કક્ષાના કલા મહોત્સવમાં ભાગ લઈ આઠ વિદ્યાર્થીઓ પૈકી સાત વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં સિદ્ધિ હાંસલ કરી હતી. જેમાં હર્ષ કુકડીયા ચિત્ર સ્પર્ધામાં દ્વિતીય, વિક્રમ ગોરદા નિબંધ લેખનમાં પ્રથમ, અફઝલ રાવાણી કાવ્ય લેખનમાં પ્રથમ, મુકેશ લીંબડીયા વકૃત્વ સ્પર્ધામાં દ્વિતીય, આરાધના ફતેપરા નિબંધ લેખનમાં તૃતીય, પરિતા મેણીયા કાવ્ય લેખનમાં પ્રથમ, તેમજ કૃપા બારૈયા વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ, ક્રમ મેળવતા શાળાના શિક્ષક અરવિંદભાઈ, રાજેશભાઈ તથા વિપુલભાઈ તેમજ શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...