તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયલા નાનચંદ્ર પ્રાથમિક શાળાના વાર્ષિકોત્સવમાં છાત્રોનો થનગનાટ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સાયલાના નાનચંદ્રજી પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. જેમાં શિક્ષણ માટે સહભાગી દાતાઓ અને તાલુકાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થીત લોકોએ વિદ્યાર્થીઓમાં રહેલી કૌશલ્ય શકિત ઉપર આફરીન બન્યા હતા.

નાનચંદ્રજી પ્રાથમિક શાળામાં 600થી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે. શાળાના પ્રાંગણમાં વાષિકોત્સવ ઉજવાયો હતો જેમાં શિક્ષણ માટે સહભાગી દાતાઓ અને તાલુકાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ હેતાક્ષીબેન બાબુભાઇ મુલીયા, આનંદ પંકજભાઇ મહેતા સહિતના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ થનગનાટ 2020 હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભકિત સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થીત લોકોએ વિદ્યાર્થીઓમાં રહેલી કૌશલ્ય શકિત ઉપર આફરીન પોકારી ઉઠયા હતા. શાળામાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન સાથે ના કાર્યક્રમમાં નટવરલાલ પંડયા પરિવાર, વિજયભાઇ રસીકલાલ પટેલ, ચંદ્રકાંતભાઇ સોલંકી, પ્રેમની પરબ અને અજરામર એકટીવ એસોર્ટ તથા અનેક દાતાનું સન્માન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ભરતસિંહ રાઠોડ, હિરેનભાઇ મોરી, એ.એમ.સી.ના સભ્યો, ગ્રામપંચાયત અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થીત રહયા હતા તમામ કાર્યક્રમનું સંચાલન તૃપ્તીબાએ કયુ હતું.

લોકો વિદ્યાર્થીઓમાં રહેલી કૌશલ્ય શકિત ઉપર આફરીન બન્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો