મોરબીમાં બાળકોની લકઝુરિયસ કારમાં સહેલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેલેન્ટાઇન વાત્સલ્ય

બાળકોના ચહેરા પર ખિલતા સ્મિતનો વિકલ્પ નથી

ઈશ્વરે અમને ખૂબ આપ્યું છે. ત્યારે ગરીબ બાળકો પણ પોતાની જિંદગીમાં સુખ માણવાના અધિકારી છે. આ બાળકોના ચહેરા પર સ્મિત આવે એ જ અમારા માટે આશીર્વાદ છે. અમે તો માત્ર થોડા કલાકો માટે અમારી કાર જ આપીએ છીએ. જે કશું જ ન કરવા બરાબર છે. બાળકોની ખુશી સૌથી મહત્વની છે.> રાકેશભાઈ કોરડીયા, ઉદ્યોગપતિ

_photocaption_મોરબીમાં વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના ઉદ્યોગપતિઓએ પોતાની લક્ઝરી કાર બાળકોને સવારી કરવા માટે આપી હતી. આ ‘જોય રાઈડ’ શહેરભરમાં ફરી હતી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ‘જોય રાઈડ’નું આયોજન કરાય છે. જેમાં શહેરની પછાત વિસ્તારમાં આવેલી શાળાઓના 200 થી વધુ બાળકોને જોડવામાં આવ્યા હતા. આ બાળકોએ મર્સીડીઝ, ઓડી, બીએમડબલ્યુ, રેન્જ રોવર અને ફોર્ચ્યુનર જેવી 40 લક્ઝરી ગાડીમાં પોતાના મનગમતા ગીતોની મોજ સાથે શહેરના મુખ્ય માર્ગો પર સફર માણી હતી. ‘જોય રાઈડ’ બાદ બાળકો ડી.જે.ના તાલે ઝૂમ્યા હતા અને શહેરની પોશ રેસ્ટોરન્ટમાં ભોજન પણ માણ્યું હતું. } તસવીર : કિશન પરમાર*photocaption*
અન્ય સમાચારો પણ છે...