તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રામાં તહેવારને લઇ વન-વે રોડનો કડક અમલવારી કરો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રા શહેરમા લાંબા સમયથી ટ્રાફીક સમસ્યા છે. ત્યારે ઉત્તરાયણના તહેવારોને લઈને શહેર તથા ટ્રાફિક પોલીસ દ્વારા વનવે રોડની કડક અમલવારી શરૂ કરવામાં આવે તેવી લોકમાંગણી ઉઠી છે.

ધ્રાંગધ્રા શહેરામાં ઉત્તરાયણનાં તહેવારમા ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જામે છે. ત્યારે શહેરમાં ટ્રાફિક સમસ્યાઓને લઇને મેઈનબજાર, જુની શાકમાર્કેટ રોડ, નવયુગરોડ, રાજકમલ ચોકથી બાભાશેરી સહિતના વનવે રોડની કડક અમલવારી શરૂ કરવામાં આવે. શહેરની મેઈન બજારના સહિતના વિસ્તારમાં આડેધડ વાહનપાર્કિંગ અને બેફામ બાઈક લઈને નીકળતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માગણી ઉઠી છે.

આ અંગે શહેરના સીધુભાઈ રૂપાર્લીયાએ જણાવ્યું કે તહેવારને લઈને બજારમાં ભીડ હોય છે. તેથી વનવેની કડક અમલ વારી કરાય અને ભારે વાહનોને પ્રતિબંધ મુકીને ટ્રાફિક અમલવારી કડક બનાવામાં આવે તો લોકોની મુશ્કેલીઓ દુર થાય. જ્યારે આ અંગે ડીવાયએસપી આર.બી. દેવધાએ જણાવ્યું કે તાત્કાલિક ટ્રાફિક સમસ્યા દુર કરી વનવેની કડક કાર્યવાહી કરી લોકોની મુશ્કેલીઓ દુર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો