સિહોરમાં હાઇ-વે પર શોભાના ગાંઠિયા સમાન સ્ટ્રીટ લાઇટ

Sihor News - street light similar to the shobha gothi on the highway in sihor 072007

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:20 AM IST
સિહોરમાંથી ભાવનગર-રાજકોટ ધોરી માર્ગ પસાર થાય છે,પણ અહીંથી રાત્રિના શુમારે પસાર થવું કપરું બની જાય છે. હાઇ-વે પર શોભાના ગાંઠિયા સમાન સ્ટ્રીટ લાઇટને કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓમાં તંત્ર વિરુધ્ધ વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.

સિહોરમાં દાદાની વાવથી વિજય પેલેસ સુધી જ સ્ટ્રીટ લાઇટની સુવિધા છે.અને એમાંય આ સ્ટ્રીટ લાઇટનો પૂરતો પ્રકાશ રોડ પર પડતો નથી ! એમાંય રોડની બંને સાઇડની બે સ્ટ્રીટ લાઇટ પૈકી એક જ શરૂ હોય ! એક ડાબી તરફની શરૂ હોય તો જમણી તરફની બંધ હોય ! આગળ જમણી તરફની શરૂ હોય તો ડાબી તરફની બંધ હોય. એટલે કે એક ડાબી અને એક જમણી તરફની એમ સ્ટ્રીટ લાઇટ શરૂ હોય. જયારે અમુક લાઇટો તો કાયમી ધોરણે બંધ જ હોય છે. સિહોરમાંથી પસાર થતો હાઇ-વે આમેય તેના ખાડા માટે કુખ્યાત છે.સિહોરમાંથી પસાર થતાં રોડ પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે.કંયાક માટી ધસી આવી છે. જેને કારણે નાના વાહનચાલકો માટે આ રોડ પરથી પસાર થવું બેહદ કપરું અને કઠિન હોય છે.

હાઇ-વે પર પૂરતા પ્રમાણમાં સ્ટ્રીટ લાઇટ નથી અને જયાં છે તે નહીં જેવી છે. આ બાબતે લોકોમાં ભારે રોષ અને કચવાટ જોવા મળી રહ્યો છે.

X
Sihor News - street light similar to the shobha gothi on the highway in sihor 072007
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી