તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાસાવડ તાલુકા શાળાની રાજ્યકક્ષાએ સફળતા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ | રાજકોટ જીલ્લા પંચાયત સંચાલિત ગોંડલ તાલુકા ની શ્રી શામ સમજુ અજમેરા તાલુકા શાળા-વાસાવડ એ રાષ્ટ્રીય કક્ષાએ ધોરણ-૮મા લેવાતી N.M.M.S (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ એક્ઝામ) માં સમગ્ર રાજ્યમાં રાજકોટ જીલ્લો, ગોંડલ તાલુકો તથા વાસાવડ તાલુકા શાળા ગૌરવ લઇ શકે તેવું ઝળહળતું પરિણામ મેળવ્યું. સમગ્ર રાજકોટ જીલ્લા ના કુલ-૨૪૦ વિદ્યાર્થીઓ મેરીટ માં આવેલ તે પૈકી ગોંડલ તાલુકા ના-૪૧ વિદ્યાર્થીઓને મેરીટ માં આવ્યા, જે પૈકી તાલુકા શાળા- વાસાવડ એકજ માત્ર એવી શાળા છે કે જેના કુલ -૧૭ વિદ્યાર્થીઓ મેરીટ માં સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગામ, તાલુકો અને જીલ્લા નું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું છે. આ ઉપરાંત આ પરીક્ષામાં વ્યક્તિગત પરિણામ માં ગોસાઈ પરિતાબેન એમ.-૧૫૨ ગુણ સાથે સમગ્ર રાજકોટ જીલ્લા માં દ્વિતીય તેમજ ગોંડલ તાલુકો માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.તથા સમગ્ર રાજકોટ જીલ્લા માં પ્રથમ દસ સ્થાન માં તાલુકા શાળા વાસાવડ ના કુલ-૩ વિદ્યાર્થી તથા ગોંડલ તાલુકા માં પ્રથમ દસ સ્થાન માં તાલુકા શાળા- વાસાવડ ના કુલ-૭ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળા પરિવાર તથા સમગ્ર વાસાવડ ગામ રાજ્યકક્ષાની આ અદ્વિતીય સિધ્ધિ પ્રાપ્ત કરવા બદલ ગૌરવ ની લાગણી અનુભવે છે.તથા તમામ વિદ્યાર્થીઓને શાળા ના આચાર્ય તથા સમગ્ર સ્ટાફ પરિવાર અભિનંદન પાઠવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...