તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસદણમાં 1 થી 3 માર્ચ રાજ્યકક્ષાનો અશ્વ શો યોજાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જસદણમાં આગામી તા.1 માર્ચથી ૩ માર્ચ સુધી દરબારશ્રી શિવરાજકુમાર માર્કેટ યાર્ડ સામે ત્રિદિવસીય રાજયકક્ષાનો કાઠીયાવાડી અને મારવાડી અશ્વ શો, પ્રદર્શન તેમજ રમતોત્સવ યોજવામાં આવશે. જેના ભાગરૂપે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વર્ષો બાદ જસદણમાં બીજી વખત રાજયકક્ષાનો અશ્વ શો યોજાઈ રહ્યો છે.

આ અંગેની વિગતો આપતા અશ્વ શોના ચેરમેન જસદણના માજી રાજવી સત્યજીતકુમાર ખાચર અને વાઈસ ચેરમેન રાજેશભાઈ જાડેજા સહિતનાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજય સરકારના પશુ પશુપાલન ખાતુ તેમજ કાઠીયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસિએશન ગોંડલ અને ધ સ્ટડ બુક એન્ડ હોર્સ બ્રિડર્સ ફેડરેશન અમદાવાદના સહયોગથી તેમજ ગુજરાત કાઠીયાવાડી અને મારવાડી અશ્વપાલક સહકારી મંડળી ગોંડલ, શ્રી ભુવનેશ્વરી પીઠ ગોંડલના આચાર્ય ઘનશ્યામજી મહારાજના સહકારથી જસદણ ખાતે રાજયકક્ષાનો અશ્વ શો તેમજ પ્રદર્શન અને રમતોત્સવ આગામી તા.1 માર્ચથી ૩ માર્ચ દરમિયાન યોજાશે.

અશ્વ શોમાં અંદાજે 300 થી વધારે અશ્વો જોડાશે
આ અશ્વ શોમાં અંદાજે ૩૦૦ થી વધારે અશ્વો જોડાશે. અશ્વ શોમાં ભાગ લેવા ઈચ્છતા લોકોએ તેમના અશ્વ સાથે તા.28-2-2019 ના રોજ સાંજના 6 કલાક સુધીમાં જસદણ ખાતે રજીસ્ટેશન કરાવવાનું રહેશે. આ કાર્યક્રમનું તા.1 માર્ચને શુક્રવારે સવારે 8 કલાકે ઉદઘાટન સમારોહ યોજવામાં આવશે. ત્યારબાદ શુક્ર-શનિ અને રવિવાર દરમિયાન જુદા-જુદા સમયે શ્રેષ્ઠ શણગારેલ અશ્વ તથા અશ્વ સવાર, કાઠીયાવાડી વછેરી-વછેરો, મટકી ફોડ, મારવાડી વછેરી-વછેરો, રેવાલ ચાલ, બેરલ રેસ, ઉત્તમ કાઠિયાવાડી ઘોડી-ઘોડો, ગરો લેવો રમત, અશ્વ સવાર કૌશલ્ય પ્રદર્શન વગેરે સ્પર્ધાઓ યોજવામાં આવશે. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય વિજેતાઓને જુદી-જુદી કેટેગરી હેઠળ રૂ.7 હજારથી લઈને રૂ.25 હજાર સુધીના રોકડ ઈનામ, સર્ટિફિકેટ, ટ્રોફી વગેરે ઈનામો આપવામાં આવશે. આ ઉપરાંત ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મોમેન્ટો અને સર્ટિફિકેટ આપવામાં આવશે. આગામી તા.૩માર્ચને રવિવારે સાંજે 5-૩૦ કલાકે ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમમાં ઉત્તમ કાઠિયાવાડી ઘોડાનું પ્રદર્શન યોજાશે
આ કાર્યક્રમમાં ઉત્તમ કાઠીયાવાડી ઘોડાનું પ્રદર્શન યોજાશે. જસદણ રાજવી પરિવારના અશ્વ ખૂબ જ પ્રખ્યાત છે અને જસદણના માજી રાજવી સત્યજીતકુમાર ખાચર કાઠીયાવાડી અશ્વ અંગે ખુબજ સારું જ્ઞાન ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો