સાઇન બોર્ડ કે ડાયવર્ઝન આપ્યા વિના હાઈવેની કામગીરી શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવપરા |પોરબંદર થી દ્વારકા ફોરલેન હાઈવેની કામગીરી ધમધમી રહી છે. કામ ચાલુ હોવાને કારણે અનેક વાહનચાલકોને આ માર્ગ પરથી પસાર થવામાં હાલાકી વેઠવી પડી રહી છે. ચાલુ કામ દરમિયાન માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે. જવાબદાર તંત્ર દ્વારા કોઈ સાઈન બોર્ડ અથવા ડાયવર્ઝન મૂકવામાં આવતા ન હોવાને કારણે વાહનચાલકોને અકસ્માતે ઈજા પહોંચવાના બનાવો બને છે. તસ્વીર - રામ મોઢવાડીયા