તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માળિયાહાટીનાથી ગીર કનકાઇ અને દ્વારકા રૂટની બસ શરૂ કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માળિયાથી કનકાઇ ગીરની બસ શરૂ થવાની પણ હતી તો તાત્કાલીક બસ શરૂ કરવા માટે પ્રબળ લોક માંગ ઉઠી છે. તેમજ કેશોદ દ્વારા અને દ્વારકા - કેશોદ આ બસને પણ માળિયાહાટીના સુધી લંબાવવાની માંગણી ઉઠી છે.

કેશોદથી સવારે 8 વાગે ઉપડતી કેશોદ - દ્વારકા બસને માળિયાહાટીના સુધી લંબાવવા પ્રબળ લોક માંગ ઉઠી છે. આ લોકલ બસ ઘેડ પંથકનાં અનેક ગામડાઓમાંથી પસાર થઇને માધુપુર પોરબંદર થઇને દ્વારકા જાય છે અને દ્વારકાથી બપોરે બે વાગે ઉપડીને ફરી પાછી આ રૂટ ઉપર જ ચાલે છે. તો માળિયાહાટીના તાલુકાને પોરબંદર - દ્વારકાની એક પણ બસની સુવિધા નથી તો તાત્કાલીક કેશોદ - દ્વારકા લોકલ બસને માળિયા સુધી લંબાવવા મુસાફરોની પ્રબળ માંગ છે.

અન્ય સમાચારો પણ છે...