તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાણપુરમાં \"પક્ષી બચાવો\' અભિયાનની શરૂઆત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ચાઈનીઝ દોરી તેમજ ઘાટક કાચથી પાયેલી દોરીથી પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય છે. આ પક્ષીઓને સારવાર આપી પક્ષીઓના જીવને બચાવવા માટે સામાજિક વનીકરણ વિભાગ બોટાદ વારા પક્ષીબચાવો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

આ અંગે રાણપુરના ડી.એફ.ઓ. એમ.એમ.ભરવાડ દ્વારા જણાવાયું હતું કે કોઈ પક્ષી ઈજાગ્રસ્ત હાલતમા જણાયતો પક્ષી સારવાર કેન્દ્ર સ્થળ રેન્જ ફોરેસ્ટ ઓફીસ, નવી આઈ.ટી.આઈ. કોલેજ પાછળ, પાળીયાદ રોડ રાણપુર અને પશુ દવાખાનું તાલુકા પંચાયત પાસે રાણપુરનો સંપર્ક કરવા જણાવ્યું હતું. કરણુ અભિયાન અંતર્ગત તા. 11/1/19ના રોજ દોરીથી ઘાયલ ટીટોડી અને કબૂતરને સારવાર આપવામાં આવી હતી..

પક્ષી બચાવો કરુણા અભિયાન વિશે લોકોમા જાગૃતિ માટે એમ.એમ.ભરવાડ, વેટરનરી કણઝરીયા, વનપાલ એ.સી.ડોડીયા અને ચોકીદાર સુરેશભાઈ પરમાર દ્વારા રાણપુરની જુદી જુદી સ્કૂલોની મુલાકાત લઈ ઉતરાયણ દરમ્યાન કેવી રીતે સાકચેતી રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમા પતંગ ચગાવતી વખતે વડીલોને હાજર રાખવા, નકામી દોરી, ગૂંચળાનો નીકાલ કરવો, વાહન ચલાવતી વખતે ગળામાં મફલર બાંધવું, કપાયેલી પતંગ પાછળ લૂંટવા દોડવુ નહી જેવી વિસ્તૃત માહિતી જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઇ હતી.

રાણપુરમાં ઘાયલ કબૂતરને સારવાર અાપવામાં આવી હતી.તસવીર-કેતનસિંહ પરમાર

રામપુરા પાંજરાપોળમાં ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર શરૂ
રામપુરા(ભંકોડા) : ઉતરાયણ પર્વમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. રામપુરા (ભંકોડા) પાંજરાપોળના ટ્રસ્ટીઓ પશુ ડોકટર સહિત જીવદયા પ્રેમીઓની લાગણીને લઇ પાંજરાપોળમાં પક્ષીઓને સારવાર મળી રહેશે. ઉતરાયણ પર્વમાં પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તેવા હેતુસરથી પાંજરાપોળમાં સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. તેમજ હેલ્પલાઇન શરૂ કરવામાં આવ્યું છે. ડી.કે. શાહ 9428122276, અમુભા સોલંકી 8128900455 નો સંપર્ક કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...