તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં એસટીની મીની બસો વધુ દોડાવવા માંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લામા એસટી નિગમ દ્વારા મીની બસો વધુ દોડાવવામા આવે તેવી રાજુલા પાલિકાના પુર્વ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામા આવી છે.

રાજુલા પાલિકાના પુર્વ પ્રમુખ ચિરાગભાઇ જોષી દ્વારા મુખ્યમંત્રીને કરવામા આવેલી રજુઆતમા જણાવાયું હતુ કે ગુજરાત સરકાર બજેટમા એસટી વિભાગમા મીની બસો વધુમા વધુ દોડાવવામા આવે તેવી માંગણી કરવામા આવી છે. હાલ અમરેલી જિલ્લામા પણ અનેક મીની બસો દોડી રહી છે જે મુસાફરોને વધારે અનુકુળ રહે છે. હાલમા રાજકોટથી સાવરકુંડલા પણ ચાર જેટલી મીની બસો દોડી રહી છે. આ ઉપરાંત અનેક શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમા પણ મીની બસો દોડી રહી છે. રજુઆતમા એમપણ જણાવાયું હતુ કે જે ડેપોમા કન્ડમ થઇ ગયેલ બસોની જગ્યાએ નવી મીની બસો ફાળવવામા આવે તેવી માંગણી કરવામા આવી છે. આમ, એસટી વિભાગ દ્વારા મિની બસ શરૂ કરવામાં આવે તો ખાસ કરીને વિદ્યાર્થીઓને મોટો લાભ થાય તેમ છે .

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો