સોમનાથનાં સ્થાપના દિન નિમીતે કેબીનેટ મંત્રીએ દાદાની પુજા-અર્ચના કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ| સોમનાથ મહાદેવના દર્શનાર્થે કેબીનેટ મંત્રી કુવરજીભાઇ બાવળીયા, તેઓએ સોમનાથ મહાદેવના સ્થાપના દિને પૂષ્પાંજલી કરેલ, સાથે જ દર્શન અભિષેક કરી પરિવાર સાથે ધન્ય બન્યા હતા. આ પ્રસંગે સ્થાનીક અગ્રણીઓ પણ જોડાયા હતા. તેઓનુ સ્વાગત ટ્રસ્ટનાં એક્ઝીક્યુટીવ ઓફિસરએ શાલ ઓઢાડી સ્મૃતિ ભેટ આપી કરેલ હતુ.

જૂનાગઢ હોમગાર્ડ પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મળેલ મોબાઇલ પરત કરી પ્રામાણિકતા દાખવી
જૂનાગઢ : જૂનાગઢ હોમગાર્ડ પોલીસને રાત્રે 2:45 કલાકે પેટ્રોલીંગ દરમિયાન મધુરમ ગેટ પાસેથી રોડ પરથી મોબાઇલ મળ્યો હતો. આ મોબાઇલ જે બહેનનો હતો તેના ઘરે જઇ તેને પરત કરતા તેઓએ હોમગાર્ડ પોલીસનો અાભાર વ્યક્ત કર્યો હતો. આ તકે કે.કે.ભટ્ટ, એચ.એલ.ઠેસીયા, આઇ.ડી.ઠાકુર વગેરે હાજર રહ્યાં હતાં.

છાત્રાએ વાર્ષિક પરીક્ષામાં 80.58 પીઆર મેળવતા આચાર્ય દ્વારા અભિનંદન પાઠવાયા
બાબરામાં વી.એલ.ગેલાણી વિદ્યા ભવનમાં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી આરઝૂ કરીમભાઈ કોટડીયાએ બોર્ડની વાર્ષિક પરીક્ષામાં ૮૦.૫૮ પીઆર પ્રાપ્ત કરતા સમગ્ર ખોજા સમાજ અને કોટડીયા પરિવાર તેમજ શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે. વિદ્યાલયના આચાર્ય ઇલાબેન ગેલાણી તેમજ ટ્રસ્ટી કાળુભાઇ ગેલાણી, દિલીપભાઈ ગેલાણી કેમ્પસ ડાયરેકટર હિરેનભાઈ દવે દ્વારા અભિનંદન પાઠવ્યા છે.

દામનગરમાં નારાયણી માતાજીનાં મંદિરનું ભુમિપુજન

દામનગરમા અજમેરા પરિવાર દ્વારા ૪૪૦૦ ફૂટ જગ્યા પર નારાયણી માતાજીના મંદિરનું ભૂમિ પૂજન કરાયુ હતુ. અહી ભૂમિદાનના દાતા બીનાબેનના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. જેમા મુંબઇથી અજમેરા પરીવારના વડીલ ચંદ્રકાન્તભાઈ, મુકેશભાઈ, મનીષભાઈ, યોગેશભાઈ અજમેરા, રાજુભાઇ, આશિષભાઈ તેમજ દામનગરના અગ્રણીઓ મનહરભાઈ, સુરેશભાઈ, દિલીપભાઈ, નાથાભાઈ, નિખિલભાઇ, વીરુભાઈ, કાંતિભાઈ, આદિ જૈન સમાજના તમામ અગ્રણીઓ હાજર રહ્યાં હતા.

ઊના 2 પીજીવીસીએલના અધિકારીને એવોર્ડ આપી સન્માનિત કરાયા
ઊના | ઊના પીજીવીસીએલ ઉના-૨ ના કાર્યપાલક ઈજનેર કચેરી વિભાગના અધિકારી એમ.વી.બાંભણીયા ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ,ગીર-સોમનાથના ભાવનગર ઝોન હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે સારી ઉત્કૃષ્ટ કામગીરી માટે મુખ્ય ઈજનેર દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર એમ.વી.બાંભણીયાને ઊના-2 પેટા કચેરી પીજીવીસીએલ ને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ છે.

ધો. 12 સાયન્સમાં 98.41, ગુજકેટમાં 95.23 પીઆર મેળવી જિલ્લામાં પ્રથમ
સાવરકુંડલામાં સ્વામિનારાયણ ગુરુકુળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય (ઉડાન)માં અભ્યાસ કરતા અકબરી રાજ. એ ધો.૧૨ સાયન્સમાં 98.41 PR મેળવી તથા (ગુજકેટ)-ઈંગ્લીશ મીડીયમ 95.23 PR મેળવી અમરેલી જિલ્લામાં પ્રથમ નંબર મેળવીને સ્કૂલનું તથા સાવરકુંડલાનું ગૌરવ વધાર્યુ છે.

ધો. 12 સાયન્સમાં સારા માર્કસ મેળવતાં શૈક્ષણિક વાર્ષિક સહાય મેળવી ગૌરવ વધાર્યુ઼
તાજેતરમાં લેવાયેલી ઘો.૧૨ સાયન્સની પરીક્ષામાં સાવરકુંડલાની શ્રીમતી પી.એમ.શેઠ સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરતી પરમાર દયા સુરેશભાઈએ ધો.૧૨ સાયન્સની પરીક્ષામાં સારા પી.આર મેળવી સરકાર તરફથી સમગ્ર ગુજરાતમાં માત્ર ૧% વિદ્યાર્થીઓને આપવામાં આવતી શૈક્ષણિક સહાય વાર્ષિક રૂ. ૮૦,૦૦૦ લેખે કુલ પાંચ વર્ષના રૂ.૪,૦૦,૦૦૦ની સહાય મેળવી શ્રીમતી પી.એમ.શેઠ સાયન્સ સ્કૂલ તથા સાવરકુંડલાનું ગૌરવ વધારેલ છે.

જૂનાગઢમાં રેડક્રોસ હોલ આઝાદ ચોક ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
જૂનાગઢ : ભારતમાં એલજી ઇલેક્ટ્રોનિક કંપનીને 22 વર્ષ પુર્ણ થતા તેના દ્વારા ભારતભરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત જૂનાગઢના રેડક્રોસ હોલ, આઝાદ ચોક ખાતે પણ આયોજન કરાયું હતું. જેમાં 114 લોકોએ ભાગ લીધો હતો.

કુંકાવાવમાં ફ્રી12 મેનાં નેત્ર કેમ્પ યોજાશે
મોટી કુંકાવાવની સરકારી હોસ્પિટલ ખાતે 12મેના રોજ સવારે 9 થી 12 સુધી રાજકોટની રણછોડદાસ બાપુ હોસ્પિટલ અને પ્રમિલાબેન નથવાણી લંડનવાળાના સંયુક્ત ઉપક્રમે વિના મૂલ્યે નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આંખના દર્દીઓને ફ્રીમાં મોતીયાની સારવાર આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓને આયોજકોએ અપીલ કરી છે.

તમારા સમાજ સંસ્થા, ધાર્મિક સંસ્થાઓમાં થતી ઉજવણી કે કાર્યક્રમના સમાચાર દિવ્ય ભાસ્કરમાં નિ:શુલ્ક પ્રસિદ્ધ કરવા માટે

અમરેલી જિલ્લા માટે

amrelibhaskar@gmail.com

અમરેલી જિલ્લા માટે

98250 43526 પર વોટસ એપ કરો કે પછી નીચેના સરનામે મોકલી આપો.

અમરેલી બ્યૂરો ઓફિસ : દિવ્ય ભાસ્કર કાર્યાલય ડો.જીવરાજ મહેતા ભવન, લાયબ્રેરીની બાજુમાં, અમરેલી.

જૂનાગઢનાં મંડલીકપુર ગામે તા.14 મેનાં વાછરાડાડાનો 18મો નેજા ઉત્સવ ઉજવાશે
બીલખા | જૂનાગઢ તાલુકાનાં મંડલીકપુર ગામે આગામી 14 મેનાં રોજ સોલંકી કુટુંબનાં વાછરાડાડાનો 18મો નેજા ઉત્સવ ઉજવવામાં આવશે. આ ઉત્સવમાં સંતવાણી સહિતનાં કાર્યક્રમો ઉજવાશે. જેમાં સામૈયા તથા યજ્ઞ અને મહાઆરતી પણ કરવામાં આવશે. આ તકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સંતો, મહંતોની હાજરીમાં ઉજવાતા આ પ્રસંગમાં હાજરી આપવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સોમનાથમાં આગામી 20 મેનાં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું
વેરાવળ | સોમનાથ ખાતે આવેલા સદભાવના ગ્રાઉન્ડમાં સોરઠીયા પ્રજાપતિ સમાજનાં ચાવડા પરિવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કથાનો પ્રારંભ 20 મેનાં રોજ શરૂ થશે. જેની વ્યાસપીઠ પર શાસ્ત્રી ડો.મહાદેવપ્રસાદ મહેતા દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવશે. સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં અાવશે. ત્યારે આ કથાનું રસપાન કરવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...