તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલામા શિવરાત્રીના પાવન પર્વે અહીના શિવભકત 98મી વખત સોમનાથની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજુલામા શિવરાત્રીના પાવન પર્વે અહીના શિવભકત 98મી વખત સોમનાથની પદયાત્રા કરશે. આ શિવભકત દર શ્રાવણ માસ તેમજ શિવરાત્રીએ પદયાત્રા કરે છે. તેમણે 108 વખત પદયાત્રા કરવાનો સંકલ્પ લીધો છે.

રાજુલામા રહેતા દિપકભાઇ આર. દોશી ઠેકેદાર શિવજીના પરમ ભકત છે. તેઓ ઓણસાલ 98મી વખત પદયાત્રા કરી સોમનાથદાદાના દર્શનાર્થે જશે. અહી ચેમ્બરના આગેવાનો દ્વારા તેમનુ બહુમાન કરાશે. દિપકભાઇએ જણાવ્યું હતુ કે તેઓ 17 વર્ષથી પદયાત્રા કરે છે. જેટલા શ્રાવણ માસના સોમવાર એટલી વખત પદયાત્રા કરૂ છું. 135 કિમીની આ પદયાત્રા કરતા 40 કલાક લાગે છે અને બે વખત હોલ્ટ કરવો પડે છે. બે વર્ષ પહેલા તેમણે એક સપ્તાહમા ત્રણ વખત પદયાત્રા કરી હેટ્રીક કરી હતી. તેમના જીવનનો મંત્ર છે શિવ કા દાસ કભી ના ઉદાસ, શિવકા યોગી કભી ના રોગી અને સબ તેરા શિવ મેરા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો