તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોએજ ગામેથી રેતી ભરેલા ટ્રેકટર સાથે શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ મરીન પોલીસે લોએજ ગામેથી દરિયાઇ રેતી ભરેલા ટ્રેકટર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

પીએસઆઇ ડી.કે.સીંગરખીયા અને સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન લોએજ ગામનાં બસસ્ટેશન પાસેથી પસાર થતાં રેતી ભરેલા ટ્રેકટરને રોકી ચાલક ગોવીંદ જેઠા ચાંડેરાની પુછપરછ કરતાં પોતાનાં માલિકનાં કહેવાથી લોએજ દરિયાકાંઠેથી આ રેતી ભરી હોવાનું જણાવેલ અને કોઇ આધાર પુરાવા રજુ કરી ન શકતા પોલીસે 5 ટન રેતી, ટ્રેકટર ટ્રોલી સહિત કુલ રૂ.3,51,500નો મુદામાલ કબજે કરી તેની વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સરદારગઢમાંથી 4 જુગારી ઝડપાયા
માણાવદર પોલીસે સરદારગઢ ગામેથી હાર્દિક ઉર્ફે મુન્નો રમેશ સોલંકી, વિજય ઉર્ફે બકુલ રમેશ સોલંકી, જીંજરીનાં માલદે અરજણ કાબા, ભલો ઉર્ફે જગદીશ ગોરધન વાઘેલાને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...