તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબી કલેકટર કચેરીમાં અન્ન નાગરિક પુરવઠા વિભાગની મીટીંગમાં સામાજીક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોરબી કલેકટર કચેરીમાં અન્ન નાગરિક પુરવઠા વિભાગની મીટીંગમાં સામાજીક કાર્યકર પી.પી.જોશીએ રજુઆત કરી હતી કે, સસ્તા અનાજની દુકાનો અને ગેસ એજન્સીઓ સમયસર ખુલતી નથી તેથી ગ્રાહકો કંટાળી જાય છે. ઘણીવાર લાભાર્થીઓને પોતાને મળતો હક જતો કરવાની નોબત આવે છે. આ દુકાનોમાં બોર્ડમાં લખવામાં પણ આવતું નથી કે લોકોને રેશનિંગનો કેટલો પુરવઠો મળશે. ઘણીવાર લોકોના અગુઠાનું નિશાન મેચ થતું ન હોવાથી તેમને રેશનિંગ પુરવઠો મેળવવામાં ભારે મુશ્કેલીઓ પડે છે. આવા ગ્રાહકોને આધાર કાર્ડ ચેક કરીને રેશનિંગ આપવું જોઈએ પરંતુ રેશનકાર્ડ ઘણા કિસ્સામાં અસંખ્ય દસ્તાવેજી અને બિનજરૂરી પુરાવા માંગે છે. જ્યારે એ.પી.એલ કાર્ડમાં ઘઉં ચોખા મેળવવા અરજી કરી હોય તેવા લોકોની અરજીનો નિકાલ આવતો નથી. આવા અનેક પ્રશ્નોને રેશનિંગના લાભાર્થીઓ ત્રાહીમામ પોકારી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો