તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિંદ્રાધિન વૃદ્ધાનું મોઢુ દબાવી સોનાના વેઢલાની લૂંટ ચલાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો | 27 સપ્ટેમ્બર

તળાજામાં તસ્કરો દ્વારા આજે મોડીરાત્રીના ખેડુતના ઘરમાં પ્રવેશી વૃદ્ધાનુ મોં દબાવી અને તેણે પહેરેલા ઘરેણાની લૂંટ ચલાવી ત્રણ તસ્કરો નાસી છુટ્યા હતા.

તળાજાના ભદ્રાવળનં-3 ગામે રહેતા ખેડુત સવજીભાઇ કાનાભાઇ કાળાના ઘરમાં ગત મોડીરાત્રીના ત્રણ તસ્કરો દિવાલમાં બખોરૂ પાડીને ઘરમાં પ્રવેશી ઘરમાં સુતેલા સવજીભાઇના વૃદ્ધ પત્નીનું મો દબાવી તેણે કાનમાં પહેરેલ સોનાના ચાર વેઢલા કિં.રૂ.70 હજારની લૂંટ ચલાવી નાસી રહ્યા હતા તે દરમિયાન દેકારો થતા સવજીભાઇના પુત્ર ધીરૂભાઇ તે લોકોની પાછળ દોડતા તેને પથ્થરના ઘા મારી તસ્કરો નાસી છુટ્યા હતા. જેની ધીરૂભાઇ સવજીભાઇએ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટના સંદર્ભે આજથી એકાદ માસ પહેલા પણ રાજપરા નં-2 ગામે ઘરમાં સુતેલા વૃદ્ધાને કાનમાં ઇજા કરી તેના વેઢલાની લૂંટ કરી નાસી ગયા હોઇ અને ત્યારબાદ એકાદ બે દિવસ બાદ ધારડી ગામની મહિલાને પણ આ જ રીતે ઇજા કરી તેના ઘરેણા લુટેલા હોઇ આમ એક ખરક સમાજને ટાર્ગેટ બનાવી લૂંટ થતાના આક્ષેપ સાતે સમાજના આગેવાએ આ તસ્કરોને વહેલી તકે ઝડપી લેવા જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...