તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવા શહેરમાં નવી ભુગર્ભ ગટર યોજનાનું કામ છ વર્ષથી અધ્ધરતાલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવાની નવી ભૂગર્ભ ગટર યોજના પૂર્ણ કરવા જવાબદાર એજન્સી બેજવાબદાર હોવાની ફરીયાદ નગરપાલીકા દ્વારા સરકારમાં કરવા છતાં કોઇ પગલા ન લેવાતા નવી ગટર યોજના 2013 થી શરૂ થઇ પણ આજે 2020માં પણ અધ્ધરતાલ છે.

મહુવા શહેરની નવી ગટર યોજનાની કામગીરી 2013માં શરૂ થઇ તેને છ વર્ષ જેટલો સમય પસાર થયો હોવા છતા હજુ કાર્યરત થઇ નથી. ગટર યોજનાનુ 75 ટકા કામ એક વર્ષ પહેલા પૂર્ણ થઇ ચુકેલ છે. 25 ટકા કામગીરી પૂર્ણ કરવા એજન્સી મહુવામાં ફરકતી નથી. મ્યુની.કમીશ્નર મહુવાની મુલાકાતે આવેલ ત્યારે ફરીયાદ કરવામાં આવી હતી અને વખતો-વખત નગરપાલીકા દ્વારા પત્ર લખી સરકારમાં ફરીયાદ કરવા છતાં એજન્સી સામે કોઇ પગલા ન ભરાતા અધુરૂ કામ અને ત્યાર બાદ મેઇન્ટેનન્સની કામગીરી થશે નહી તો સરકારના એટલે કે લોકોના ટેક્ષના કરોડા રૂપીયા જમીનમાં ગરક થઇ જશે.

મહુવાના નવા વિસ્તારને ભુગર્ભ ગટર યોજનાથી જોડવા સરકાર દ્વારા રૂ. 38 કરોડની યોજના 6 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલ જે યોજના મુજબ 187 કી.મી.ની ગટર લાઇન ઉભી કરવા સામે 140 કી.મી.ની કામગીરી પૂર્ણ થયા બાદ કરોડોની કિંમતના પાઇપો જમીનમાં નાખવામાં આવ્યા છે. હજુ આગામી સમયમાં અધુરી કામગીરી પૂર્ણ કરવામાં નહી આવે તો આ યોજનામાં કરોડો ખર્ચયા બાદ પણ મહુવાના નગરજનોને એક રૂપિયાનો પણ લાભ થયો નથી. તેવા સમયે હાઇ-વે સંલગ્ન નાખવામાં આવેલી 2 કી.મી લાઇન કેન્સલ થતા અંદાજે રૂ.1 કરોડ અત્યારથીજ પાણીમાં ગયા છે.

નવી ગટર યોજના યોજના શરૂ થયા પહેલા ચોમાસામાં ચોકઅપના પ્રશ્ન અને ચેમ્બર ઉભરાવવાના પ્રશ્ન ઉભા થયા છે અને જો વહેલી તકે આ યોજના પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં નહી આવે અને મેઇન્ટેનન્સની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો લોકોએ કર પટે આપેલા કરોડોના નાણા જમીનમાં દટાઇ જશે.

કયાં કયાં કેટલું કામ બાકી
નવી ગટર યોજના પુરી કરવા માટે ભાદ્રોડના ઝાંપા, નવાઝાંપા સહીત અનેક નાના-મોટા જોડાણો કરવાના બાકી છે. કુવા ઉંડા કરવા અને પમ્પીંગ સ્ટેશનની ટેક્નોલોજી અપગ્રેડ કરવાની બાકી છે ઉપરાંત જુદી જુદી જગ્યાએ પમ્પીંગ માટે મશીનરી તથા 2/3 હોર્સપાવરના વીજ કનેક્શનો લેવાના બાકી છે. આમ છતા એજન્સીએ જ એક વર્ષથી દેખા ન દેતા કરોડો રૂપિયાની કામગીરી શરૂ થયાને વર્ષોના વ્હાણા વીતી ગયા પણ ગટર યોજના કયારે શરૂ થશે ? કયારે નગરપાલિકને સોંપાશે ? જેને કેટલો સમય થશે ? તેનો કોઇ અંદાજ અધિકારીઓ આપી શકતા નથી.નવી ગટર દુરદર્શીના અભાવે ટલ્લે ચડી છે. સરકારી એટલે કે આમ પ્રજાના નાણાનો વ્યય થઇ રહ્યો છે.

કોન્ટ્રાકટરની ત્રણ વર્ષ સુધીની જવાબદારી છે
 ગટર યોજનાના ચારે બાજુના ઝોનનુ જોડાણનું કામ, પમ્પીંગ સ્ટેશન અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પૂર્ણ થયા બાદ ત્રણ વર્ષ સુધી કોન્ટ્રાકટરે ગટર લાઇન ચલાવી નગરપાલિકાને સોપવાની છે. જયા સુધી નગરપાલિકાને સોપાય નહી ત્યાં સુધી નગરપાલિકા નવી ગટર યોજના વિશે કોઇપણ પ્રશ્નનો જવાબ આપી શકે તેમ નથી. હિતેષભાઇ પટેલ, ઇજનેર, મહુવા નગર પાલિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો