તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જસદણમાં વાવાઝોડામાં એક જ રાતમાં છ પ્રસૂતિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાયુ વાવાઝોડામાં પણ આરોગ્ય સ્ટાફે સરાહનીય સેવા બજાવી હતી. જસદણ સિવિલ હોસ્પિટલમાં વાવાઝોડા દરમિયાન એક જ રાતમાં છ ડિલિવરી કરવામાં આવી હતી.

જેમાં એક સિઝેરીયન થયું હતુ. ડો. પાર્થ દલસાણીયા અને 108ની ટીમે વાવાઝોડા અને વરસાદના માહોલમાં એક જ રાતમાં છ પ્રસુતિ કરાવી હતી. સરકારના આદેશ મૂજબ જે પ્રસુતાઓને નજીકના દિવસની પ્રસુતિની તારીખ અપાયેલી હોય તેમની ઓળખ કરી આવી પ્રસુતાઓ વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિમાં હેરાન ન થાય તે માટે અગાઉથી 108ની ટીમે ઘરે ઘરે જઇ પ્રસુતાઓને હોસ્પિટલમાં દાખલ કરી દીધી હતી.

છ પ્રસુતિમાં એક સિઝેરિયન કરવું પડ્યું હતુ. છ એ છ માતા અને બાળકો સ્વસ્થ છે. આ સરાહનીય સેવા બદલ પ્રસુતાઓએ ડોક્ટર અને 108 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...