સોલડીની સીમમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાના સોલડી ટોલનાકા પાસે આવેલ સીમમા એલસીબી ટીમે રેડ પાડતા જુગાર રમતા 6 જુગારીયાઓને 30,750 રોકડા, સાત મોબાઈલ, 2 બાઈક અને 1 કાર સાથે કુલ રૂ.2,57,750ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો દાખલ કરાયો છે.

સુરેન્દ્રનગર એલસીબી ટીમે બાતમીના આધારે ધ્રાંગધ્રા - હળવદ હાઈવપર સોલડી ટોલનાકા પાસે આવેલ ખેતરમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી ભરત સરૈયા, મફા ગમારા, બળદેવ પ્રજાપતી, રણછોડ મકવાણા, મુન્ના મેવાડા, અને લાભુ બાભંણીયાને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી રોકડા 30,750, 7 મોબાઈલ, 2 મોટરસાઈકલ, એક કાર સહિત કુલ 2,57,750ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા પોલીસે ગુનો દાખલ કરાયો છે. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલની સૂચનાથી પીએસઆઇ વી.આર.જાડેજા, નરેન્દ્રસિંહ ચુડાસમા, કુલદિપસિંહ ઝાલા, સંજયભાઈ પાઠક, હિતેશભાઈ જોગરાણા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...